Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કરણ સાથે વરૂણ ધવનની ત્રીજી ફિલ્મઃ ભૂમિ હિરોઇન

અભિનેતા વરૂણ ધવને બોલીવૂડમાં અત્યાર સુધીમાં ડઝનથી વધુ ફિલ્મો કરી છે. જેમાંથી એકાદ બે બાદ કરતાં તમામ ફિલ્મ હિટ નિવડી છે. ૨૦૧૦માં તેણે માય નેમ ઇઝ ખાનમાં આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ કર્યા પછી ૨૦૧૨માં સ્ટુડન્ટ ઓફ ધ યરથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. હાલમાં તેની સ્ટ્રીટ ડાન્સર થ્રીડી અને કૂલી નંબર ૧નું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત તે 'મિસ્ટર લેલે' નામની એક ફિલ્મ પણ કરી રહ્યો છે. શશાંક ખેતાનના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મનો પહેલો લૂક સામે આવી ગયો છે. જેમાં વરૂણ ધવન અલગ જ લૂકમાં જોવા મળી રહ્યો છે. તેણે ચડ્ડી પહેરી છે, અને બંને હાથ ઉંચા કરેલા છે, ગભરાયેલો લાગે છે...તો પિસ્તોલ પણ તેના હાથમાં છે. ફિલ્મના પોસ્ટરની સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીના રિલીઝ થવાની છે. કરણ જોહર આ ફિલ્મ બનાવી રહ્યા છે. વરૂણ તેની સાથે ત્રીજી વખત કામ કરી રહ્યો છે. ભૂમિ પેડનેકર સાથે વરૂણની આ ફિલ્મમાં જોડી છે. અગાઉ જ્હાન્વી અને કિયારાના નામ ચર્ચાયા હતાં.

(9:51 am IST)