Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

અહાનને કોઇ રોકી શકશે નહિઃ પિતા સુનિલ શેટ્ટીને ભરોસો

બોલીવૂડના મસલમેન અભિનેતા સુનિલ શેટ્ટીની દિકરી આથીયા શેટ્ટીએ બોલીવૂડમાં એન્ટ્રી કરી લીધી છે. હવે તેનો પુત્ર અહાન શેટ્ટી પણ અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૂ કરવા જઇ રહ્યો છે. અહાન શેટ્ટી સાઉથની સુપરહિટ ફિલ્મ 'આરએકસ-૧૦૦'ની હિન્દી રિમેકમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અહાન સાથે તારા સુતારિયાની જોડી છે. સુનિલ શેટ્ટીએ દિકરા અહાન વિશે વાત કરતાં કહ્યું હતું કે હું હમેંશા ઇચ્છતો હતો કે સાજીદ નડિયાદવાલા મારા દિકરાને લોન્ચ કરે. મને લાગે છે કે અહાન અત્યારે યોગ્ય હાથમાં છે. ફિલ્મનું નિર્દેશન મિલન લુથરીયા કરી રહ્યા છે. તારા સુતારિયા જે અગાઉથી જ બોલીવૂડમાં સ્થાન મેળવી ચુકી છે તે હવે અહાન સાથે જોડી જમાવશે. સુનિલ કહે છે અહાન મહેનત કરશે અને થોડોઘણો નસિબનો સાથ મળશે તો તેને કોઇ રોકી શકે તેમ નથી. અહાનની પહેલી ફિલ્મનું નામ 'તડપ' છે.  અહાન શેટ્ટી સોશિયલ મિડીયા પર સતત સક્રિય છે. તે ફેશન ડિઝાઇનર તાન્યા શ્રોફ સાથે ડેટીંગને લીધે પણ ચર્ચામાં રહ્યો હતો.

(9:51 am IST)