Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

શોમાં અસીમને કિસ કરવાની સ્મૃતિએ કહી દીધી ના

સ્ટાર પ્લસનો શો દિલ સંભલ જા જરાની અભિનેત્રી અંતરંગ દ્રશ્યોને કારણે ચર્ચામાં આવી છે. શોમાં લિપલોક સિન ફિલ્માવવાનો હતો પરંતુ આ સિન માટે સ્મૃતિએ ના પાડી દીધી હતી. આ શોમાં અસીમ ગુલાટી રેહાનના રોલમાં છે. સ્મૃતિ અને અસીમ વચ્ચે એક લિપલોક સિન લેવાનો હતો. પરંતુ સ્મૃતિએ આવો સિન આપવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. સ્મૃતિએ કહ્યું હતું કે હું કિસીંગ સિન ટીવી પરદા પર કરવા ઇચ્છતી નથી. જો હું અત્યારે આવો સિન કરું તો લોકો મારી બીજી બાબતોને છોડીને આ સિનની જ ચર્ચા કરતાં રહેશે. ઉલ્લેખનિય છે કે બોલ્ડ ટોપિકને કારણે આ શો સતત ચર્ચામાં છે. અસીમ ઉપરાંત સંજય કપૂર પણ મુખ્ય રોલમાં છે. શોમાં સ્મૃતિ સંજય કપૂર સાથે હનીમૂન સિકવેન્સમાં અંતરંગ દ્રશ્યો આપી ચુકી છે.

(10:09 am IST)
  • ફી નિયમન બાબતે શાળા સંચાલકોને સુપ્રિમ કોર્ટે રાહત આપી : ૨ સપ્તાહ સુધી ગુજરાતને કોઈપણ પગલા નહિં ભરવા સ્ટે આપ્યો : ૧લી ફેબ્રુઆરીએ વિશેષ સુનાવણી access_time 11:22 am IST

  • ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ISRO) એ મંગળવારે કાર્ટોસેટ-2 સીરીઝના તેના ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલો પ્રથમ ફોટોગ્રાફ, ઇન્દોરના હોલકર સ્ટેડીયમનો, રીલીઝ કર્યો હતો, ઉપરોક્ત તસ્વીરમાં તે જોઈ શકાય છે. આ ઉપગ્રહ તાજેતરમાં સ્પેસ એજન્સીથી 110 કિ.મી. દૂર શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતે આ ઉપગ્રહોના આ પ્રક્ષેપણ થકી, ISRO દ્વારા ૧૦૦ ઉપગ્રહો અવકાશમાં મોકલવાનો કીર્તિમાન સ્થાપ્યો હતો. access_time 12:32 am IST

  • હવે હરિયાણા સરકારે પણ ફિલ્મ પદ્માવત પર બાન મુક્યો : રાજ્યમાં ફિલ્મ રીલીઝ નહી થાય. access_time 3:39 pm IST