Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ફરાહ ખાને દીકરીને 'પેટેઇન્ડિયા' તરફથી એવોર્ડ મળવા પર વ્યક્ત કરી ખુશી

મુંબઈ: બોલિવૂડની આઇકોનિક કોરિયોગ્રાફર અને દિગ્દર્શક ફરાહ ખાનની પુત્રી અન્યા કુંદરને PETA ઇન્ડિયા દ્વારા કમ્પેશનેટ કિડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ એવોર્ડ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને દયા દર્શાવવા માટે મળ્યો છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા ફરાહ ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેની પુત્રી આન્યાનો એવોર્ડ મેળવતો ફોટો શેર કરતાં ફરાહે લખ્યું, "આન્યાને કમ્પેશનકીડ એવોર્ડથી સન્માનિત કરવા બદલ પેટીંડિયા અને અશરનો આભાર. આ છોકરી તેના જન્મદિવસ પર ભેટ તરીકે બિલાડીનો ખોરાક ઇચ્છતી હતી જેથી તે રખડતી બિલાડીઓને ખવડાવી શકે. હું આશા રાખું છું કે આ બાબત તમામ બાળકોને પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનવાની પ્રેરણા આપે છે અને તમામ માતા-પિતાએ તેમના બાળકોને આમાં સહકાર આપવો જોઈએ."

 

(5:42 pm IST)