Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અભિષેક-ઐશ્વર્યા માલદીવમાં જે વિલામાં રોકાયા છે તેનું એક રાતનું ભાડું છે ૭૬ હજાર

સમુદ્ર કિનારે આવેલો પુલ વીલા અત્‍યંત નયનરમ્‍ય

નવી દિલ્‍હી તા. ૧૫ : અભિષેક બચ્‍ચન તેમની પત્‍ની એશ્વર્યા રે અને પુત્રીની સાથે માલદીવ વેકેશન પર છે. અભિષેક માલદીવમાં તેમની ફેમિલીની સાથે એક અત્‍યંત લક્‍ઝરીયસ રિસોર્ટમાં રોકાયા છે. બચ્‍ચન ફેમિલી વીઆઈપી સ્‍ટાર્સ છે. એવામાં તેને રોકવાની જગ્‍યા પણ વીઆઈપી હશે એમાં કોઈ શંકાને સ્‍થાન નથી. આ રિસોર્ટમાં રોકવા માટે કેટલા પૈસા ખર્ચ કરવા પડે એ જાણીને નવાઈ લાગશે. અભિષેક અને તેમનો પરિવાર ધ એમીલા રિસોર્ટમાં ગેસ્‍ટને રોકવા માટે ૨-૨૦ વિલાસ છે. ગેસ્‍ટને રોકવા માટે રિસોર્ટમાં વિલાસનો આ નમ્‍બર જોઈને એક વાર એવું લાગે કે ત્‍યાં લોકોને રોકવાની જગ્‍યા છે. ધ એમિલા રિસોર્ટ એન્‍ડ રેસિડન્‍સ પણ આવું જ છે.
ᅠ સમુદ્ર કિનારે રહેલો આ પુલ વીલા અત્‍યંત મોંઘો છે. ત્‍યાં એક રાત રોકાવાની કિંમત એક હજાર ડોલર એટલે કે ૭૬ હજાર રૂપિયા છે. એ એમજ આટલું મોંઘુ નથી. આ રિસોર્ટ વીલામા દરેક પ્રકારની સુવિધા રહેલી છે. આરામદાયક બેડ પર સૂઈને ખુબસુરત નજારો જોઈ શકાય છે.
આ વીલમાં પ્રાઇવેટ બાલ્‍કની પણ છે. સીધું વીલામાંથી પાણીમાં ઉતરીને ત્‍યાંની મરીન લાઈફનો જબરદસ્‍ત અનુભવ મળે છે.ᅠ રિસોર્ટમાં અલગ અલગ કિંમતના વીલા હાજર છે. તે ૧૩૦૦ ડોલરથી માંડીને ત્‍યાં ૯૬ હજાર રૂપિયાથી માંડીને ૧૦ લાખ રૂપિયા સુધીના વિલાઝ છે.


 

(11:01 am IST)