Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

આ કામ માટે વધુ વિચાર કરવાની જરૂર નહોતી પડીઃ પંકજ

અભિનેતા પંકજ ત્રિપાઠીએ બોલીવૂડમાં એવું સ્થાન મેળવી લીધું છે જેને હવે કોઇ ઓળખની જરૂર નથી. પંકજ હવે બંટી ઓૈર બબલી-૨માં પણ ખાસ ભુમિકામાં છે. તેણે કહ્યું હતું કે મારે આ ફિલ્મમાં કામ કરવા માટે વધુ વિચારવું નહોતું પડ્યું. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ મજેદાર અને હસાવનારી છે. આ ફિલ્મ 'બન્ટી ઔર બબલી'ની સીકવલ છે. એ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને રાની મુખરજી લીડ રોલમાં હતાં. હવે એની સીકવલમાં સૈફ અલી ખાન, રાની મુખરજી, સિદ્ધાંત ચતુર્વેદી, શરવરી વાઘ તથા યશપાલ શર્મા પણ જોવા મળશે. આદિત્ય ચોપડા નિર્મીત અને વરૂણ વી. શર્માએ નિર્દેશીત કરેલી આ ફિલ્મ આ ૧૯મીએ રિલીઝ થવાની છે.  પંકજ કહે છે  હું હંમેશાંથી જ ઓન-સ્ક્રીન ઇન્ટરેસ્ટિંગ પાત્રો ભજવવાનું વિચારતો હોઉં છું. એવામાં જ્યારે યશરાજ ફિલ્મ્સે 'બન્ટી ઔર બબલી ૨'માં કામ કરવાની ઓફર કરી તો મને લાગ્યું કે હું આવો જ રોલ શોધી રહ્યો હતો. હું સારી કોમેડી કરવા માગું છું.

(9:47 am IST)