Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ડિજિટલ પ્લેટફરોમમાં જોવા મળી શકે છે કરીના કપૂર ખાન

મુંબઈ:  ફિલ્મ સર્જક કરણ જોહરની ૨૦૦૧ની સુપરહિટ ફિલ્મ કભી ખુશી કભી ગમમાં કરીના કપૂરે ભજવેલા પૂ નામના પાત્ર પરથી વેબ સિરિઝ બનવાની હોવાનંુ જાણવા મળ્યું હતું.વેબ સિરિઝના સર્જકો પૂના પ્રૌઢાવસ્થાના પાત્ર માટે કરીના કપૂરને લાવવાનું  વિચારી રહ્યા છે. કરીના પાત્ર માટે તૈયાર થાય તો એને માટે વેબ સિરિઝ ડિજિટલ પ્લેટફોર્મનું ડેબ્યુ બની રહેવાની પૂરી શક્યતા છે એમ જાણકાર સૂત્રોએ કહ્યું હતું.યોગાનુયોગે કરીનાના અભિનેતા પતિ સૈફ અલી ખાન પરિવારની એવી પહેલી સેલેબ્રિટી છે જે ડિજિટલ પ્લેટફોર્મ પર હિટ નીવડી છે. સૈફ અલી ખાને નેટફ્લીક્સની વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સમાં મુંબઇ પોલીાસના એક શીખ અધિકારીના વ્યક્તિત્વ પર આધારિત પાત્ર સેક્રેડ ગેમ્સમાં ભજવ્યું હતું. સિરિઝ હિટ નીવડી હતી અને હાલ એની બીજી સીઝનનું શૂટિંગ ચાલુ છે. માહિતી આપનારા સૂત્રોએ કહ્યું કે બેબો પૂના પ્રાૌઢ પાત્ર માટે હા પાડે તો ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રવેશ કરનારી પહેલી મહિલા સુપર સ્ટાર બની રહેશે. અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે બેબો પાત્ર માટે અમને હા પાડે એેમ વેબ સિરિઝના સર્જકોએ કહ્યું હતું. છેલ્લે કરીનાએ એકતા કપૂરની સુપરહિટ નીવડેલી ફિલ્મ વીરે દી વેડિંગમાં રોલ કર્યો હતો. હાલ બેબો કરણ જોહરની મુઘલ ઇતિહાસના એેક પ્રકરણને રજૂ કરતી મલ્ટિસ્ટાર ફિલ્મ તખ્તમાં ચમકી રહી છે. ઉપરાંત એણે એક રેડિયો સ્ટેશનમાં રેડિયો જોકી તરીકે સેવા આપવાનું પણ શરૃ કર્યું હતું. 

(3:02 pm IST)