Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સંજય કપૂર પણ નજરે પડશે ફિલ્મ 'મિશન મંગળ'માં

મુંબઇ :મોખરાના અભિનેતા અક્ષય કુમારને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ મિશન મંગળી સ્ટારકાસ્ટમાં અભિનેતા સંજય કપૂર પણ ઉમેરાયો હોવાની માહિતી મળી હતી.અત્યાર અગાઉ ફિલ્મ માટે તાપસી પન્નુ, વિદ્યા બાલન અને સોનાક્ષી સિંહા સાઇન થઇ ચૂક્યાં હતાં. લેટેસ્ટ માહિતી મુજબ સંજય કપૂરને પણ ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો હતો.સંજય કપૂર મોટે ભાગે વિદ્યા બાલનના પતિનો રોલ કરશે એવું જાણવા મળ્યું હતું. માહિતીને સમર્થન આપતાં સંજય કપૂરે કહ્યું કે કેવી રમૂજી વાત છે કે અમે બંને મુંબઇના ફિલ્મ સ્ટાર્સના નિવાસસ્થાન માટે લોકપ્રિય એવા ચેમ્બુર વિસ્તારના રહેવાસી છીએ. પરંતુ અગાઉ કદી કોઇ ફિલ્મમાં સાથે ચમક્યાં નથી.  મિશન મંગળમાં અમે પતિ-પત્નીનો રોલ કરવાનાં છીએ.સંજય કપૂર બોની કપૂર અને અનિલ કપૂરનો નાનો ભાઇ છે અને અગાઉ ફિલ્મો, ટીવી તેમજ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ કામ કરી ચૂક્યો છે. જો કે ઠીક ઠીક સમયગાળા બાદ ફરી કોઇ ફિલ્મમાં દેખાશે.મિશન મંગળમાં સાઉથની અભિનેત્રી નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી અને શર્મન જોશી પણ મહત્ત્વના રોલ કરી રહ્યા છે અને આર બાલ્કીના સહાયક રહી ચૂકેલા જગન શક્તિ એના ડાયરેક્ટર છે. ફિલ્મથી જગન શક્તિ ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે.

(3:02 pm IST)