Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

આવતો મહિનો સારા અલી ખાનના નામે : આવશે બબ્બે ફિલ્મો

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે. તેની બબ્બે ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. ડિસેમ્બરમાં સારાની કેદારનાથ રિલીઝ થવાની છે તો સાથો સાથ સિમ્બા પણ એ મહિને જ આવશે. રોહિત શેટ્ટીની સિમ્બામાં સારા સાથે રણવીર સિંહ હીરો છે. સારાએ સિમ્બાનું પોતાના ભાગનું શુટીંગ પુરૂ કરી લીધું છે. તે સાથે જ તેણે રોહિતનો આભાર માન્યો હતો અને લાગણીશીલ બની ગઇ હતી. સારાએ કહ્યું હતું કે રણવીર સિંહ સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો હતો. સિમ્બા એકશનથી ભરપુર ફિલ્મ છે. સારાની કેદારનાથ ૭મી ડિસેમ્બરે અને સિમ્બા ૨૮મીએ રિલીઝ થવાની છે. કેદારનાથ ફિલ્મના સુશાંતસિંહ રાજપૂતના પાત્રને કારણે આ ફિલ્મ સામે વિવાદ ઉભો થયો છે ત્યારે આ ફિલ્મ સમયસર રિલીઝ થશે તેવી ચાહકોને આશા છે.

(11:15 am IST)