Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ફિલ્મ 'ખુદા હાફિજ'ની શૂટિંગમાં વ્યસ્ત થયો વિદ્યુત જામવાલ

મુંબઈ: એક્શન સુપરસ્ટાર વિદ્યુત જામવાલ ટૂંક સમયમાં કમાન્ડો 3 માં જોવા મળશે. ફિલ્મ 29 નવેમ્બરે રિલીઝ થવાની છે. કમાન્ડો 3 ની રજૂઆત પહેલા વિદ્યુતે આજથી તેની આગામી ફિલ્મ 'ખુદા હાફિઝ'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. વિદ્યુતે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે એક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.તેણે લખ્યું, "અમે મારી આગામી ફિલ્મ ખુદા હાફિઝનું શૂટિંગ શરૂ કરી દીધું છે." 'ખુદા હાફિઝ' એક રોમેન્ટિક એક્શન થ્રિલર ફિલ્મ છે જે 2020 માં રિલીઝ થશે. વેપાર વિશ્લેષક તરણ આદર્શે પણ ટ્વિટ કર્યું હતું કે ઉઝબેકિસ્તાનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

(5:13 pm IST)