Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આયુષ્યમાન આપે છે ગેરેંટી

એક પછી એક સતત છ હિટ ફિલ્મો આપી ચુકેલો આયુષ્યમાન ખુરાના કારકિર્દીના સફળ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. હવે તેની આગામી ફિલ્મ બાલા રિલીઝ થવાની છે. આ ફિલ્મની ટક્કર ઉજડા ચમન નામની એક સરખો વિષય ધરાવતી ફિલ્મ સાથે થશે તેવી ખુબ ચર્ચા છે. પરંતુ આયુષ્યમાન કહે છે કે આ વિચિત્ર શૈલીની અને ખુબ જ મનોરંજક ફિલ્મ છે અને સાથોસાથ સમાજ માટે એક સાર્થક સંદશો પણ આપશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખુબ મજબુત છે. મને વિશ્વાસ છે કે દેશના બધા દર્શકોને આ ફિલ્મ અચુક ગમશે. મને ગર્વ છે કે મારી ફિલ્મોગ્રાફીનો આ ફિલ્મ પણ એક ભાગ છે. આજના સમયમાં આ ફિલ્મ મજેદાર વ્યંગપૂર્ણ હોવા સાથે ભાવનાત્મક પણ છે. હું ગેરેંટી આપુ છું કે બાલા પૈસા વસુલ ફિલ્મ બની રહેશે. લોકો મારી બીજી ફિલ્મોની જેમ આ ફિલ્મોને પણ ખુબ પસંદ કરશે. ૭મી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે. આયુષ્યમાનની છેલ્લે રિલીઝ થયેલી ડ્રીમગર્લ ફિલ્મે ૧૩૫ કરોડનો વકરો કર્યો છે.

(10:09 am IST)