Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

દગડી ચાલમાં થશે અજયની એન્‍ટ્રી

અજય દેવગણે ગેંગસ્‍ટર આધારીત ફિલ્‍મમાં જબરદસ્‍ત રોલ નિભાવ્‍યા છે. વધુ એક વખતે તે આવી ફિલ્‍મ કરશે. દગડી ચાલ ફ્રેન્‍ચાઈઝીની બે ફિલ્‍મ મરાઠીમાં રીલિઝ થઈ હતી અને બંને સુપરહિટ રહી હોવાથી હવે ત્રીજી ફિલ્‍મ બનાવવાની કવાયત શરૂ થઈ છે. ત્રીજી ફિલ્‍મને મરાઠી ઉપરાંત હિન્‍દીમાં પણ રીલિઝ કરવામાં આવશે અને તેમાં અજય દેવગણનો મુખ્‍ય રોલ હશે. નિર્માતા સંગીતા આહિર અને અજય દેવગણ વચ્‍ચે આ અંગે વાતચીત થઈ છે. ૨૦૧૫ના વર્ષમાં દગડી ચાલ રીલિઝ થઈ હતી. જેમાં અંકુશ ચૌધરી, પૂજા સાવંત અને મકરંદ દેશપાંડે લીડ રોલમાં હતા. આ ફિલ્‍મથી ચંદ્રકાંત કણસેએ ડાયરેક્‍ટર તરીકે શરૂઆત કરી હતી. ૨૦૨૨માં રીલિઝ થયેલી બીજી ફિલ્‍મનું નિર્દેશન પણ તેમણે કર્યુ હતું. દગડી ચાલ ફ્રેન્‍ચાઈઝીમાં ૮૦ અને ૯૦ના દસકાની સ્‍ટોરી છે. મુંબઈ અંડરવર્લ્‍ડમાં મોખરાનું સ્‍થાન ધરાવતા વિસ્‍તાર દગડી ચાલ અને ત્‍યાંના લીડર અરૂણ ગવલી આધારિત ત્રીજી ફિલ્‍મ બની રહી છે.

(10:55 am IST)