Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સાહિબાનું પાત્ર ફિલ્મનું સરપ્રાઇઝ પેકેજ છેઃ અદિતી

અભિનેત્રી અદિતી રાવ હૈદરી હાલમાં સાઉથની ફિલ્મો કરી રહી છે. તેની એક ફિલ્મ 'વી' તાજેતરમાં કોવિડ મહામારીને કારણે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. તેલગુ, તમિલ, મલયાલી અને કન્નડ ભાષામાં રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોને ખુબ ગમી છે. અદિતી કહે છે કોરોનાને કારણે ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ આવી છે. ફિલ્મમાં સુધીર બાબુ, અદિતી, નાની અને નિવેથા થોમસ દમદાર ભુમિકામાં જોવા મળ્યા છે. અદિતીએ પોતાના પાત્ર વિશે વાત કરતાં કહ્યું હતું કે સાહિબા નામનું પાત્ર મને મળ્યું છે. સાહિબાના પાત્રને ફિલ્મના ટ્રેલરમાં ન દેખાડાયું તે વિશે અદિતી કહે છે કે ફિલ્મમાં સાહિબા અને વિષ્ણુ (નાની અભિનિત પાત્ર)ની લવસ્ટોરી છે. આ કહાનીને ટ્રેલરમાં જ બતાવી દેવાનો કોઇ અર્થ નહઓતો. સાહિબાનું પાત્ર ફિલ્મ વીનું સરપ્રાઇઝ પેકેજ છે. અદિતીએ આગળ કહ્યું હતું કે ફિલ્મની લવસ્ટોરી મને ખુબ પસંદ પડી હતી. આથી ઓફર મળતાં જ હા કહી હતી. મેં નિર્દેશક મોહન કૃષ્ણા ઇન્દ્રગંતિ સાથે અગાઉ પણ કામ કર્યુ છે. નાની ખુબ સારા અભિનેતા અને માયાળુ માનવી છે.

 

(10:03 am IST)