Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમિત સાધના ફરી વખત વખાણ થયા

અભિનેતા અમિત સાધે બોલીવૂડમાં ૨૦૧૦થી ફૂંક-૨ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. ક્રમશઃ તેનો અભિનય નીખરતો ગયો છે. હાલમાં તે વેબ સિરીઝમાં વધુ કામ કરી રહ્યો છે. કાઇપો છે, મેકસીમમ, સુલ્તાન, અકિરા, સરકાર-૩, રાગદેસ, સુપર ૩૦, ગોલ્ડ જેવી ફિલ્મો તથા બારોટ હાઉસ, ઓપરેશન પરિન્દે, યારા જેવી ઓટીટી પ્લેટફોર્મની ફિલ્મો તેમજ બ્રીધ સિઝન વનમાં તેનો અભિનય ખુબ વખાણાયો છે. હવે તે તાજેતરમાં રિલીઝ થયેલી બ્રીધની બીજી સિઝનમાં ફરીથી પોલીસ ઇન્સ્પેકટરના રોલમાં દેખાયો છે. અભિષેક બચ્ચન આ સિરીઝમાં મુખ્ય રોલમાં છે. તેણે અમિતના અભિનયના ભરપુર વખાણ કર્યા છે. બ્રીધ-ઇન ટુ ધ શેડોઝની કહાની રૃંવાડા ઉભા કરી દે તેવી છે. અમિતે આ સિરીઝના પોતાના પાત્રમાં ઢળવા ભરપુર મહેનત કરી છે. જેના અભિષેક બચ્ચને વખાણ કર્યા છે. કબીર સાવંતના રોલમાં અમિત ફરીથી ખીલ્યો છે. સાથે નિથ્યા મેનન અને સૈયામી ખેર પણ ખાસ રોલમાં છે.

(10:13 am IST)