Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

જોન અબ્રાહમ માટે નોરા બની જશે નસિબવંતી

નોરા ફતેહીએખુબ ઓછા સમયમાં બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. પોતાની ખુબસૂરતીને કારણે જાણીતી નોરા ફરી એક વખત જોન અબ્રાહમની ફિલ્મમાં જોવા મળવાની છે. અગાઉ જોનની ફિલ્મ સત્યમેવ જયતેમાં આઇટમ સોંગ કરી નામના મેળવી ચુકેલી નોરા હવે જોનની આગામાી ફિલ્મ બાટલા હાઉસમાં પણ જોવા મળવાની છે. જોનને પુછાયું હતું કે શું નોરા તમારા માટે નસિબવંતી છે?...તો જોને તુરત જ કહ્યું હતું કે ૧૫મી ઓગષ્ટ પછી નોરા મારી લક્કી ચાર્મ બની જવાની છે, અને બધાને સમજાઇ જશે કે હું આવું શા માટે કહી રહ્યો છું. આ ફિલ્મના નિર્દેશક નિખીલ અડવાણીએ પણ નોરા ફતેહીના વખાણ કરતાં કહ્યું હતું કે લોકો બાટલા હાઉસ વિશે ગૂગલમાં સર્ચ કરશે તો સોૈ પહેલા તેને નોરાનો ચહેરો જોવા મળશે. નોરા માટે આ ખુબ સારી બાબતે છે. અસલી એન્કાઉન્ટરમાં સામેલ લોકોને અમે આ ફિલ્મ દેખાડતાં તેઓ પ્રભાવીત થયા છે. નોરાએ પણ કહ્યું હતું કે હું નસિબદાર છું કે મને આ ફિલ્મ મળી છે.

(10:03 am IST)