Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

હું અત્યારે ચિંતામાં ડુબી શકું નહિઃ શ્વેતા

શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની સોૈથી જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે જો કે પોતાની અંગત જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. જો કે તેણે કદી પર સંજોગો અને પરિસ્થિતિ સામે હાર નથી માની. હાલમાં તે પતિ અભિનવ કોહલીથી અલગ રહે છે. શ્વેતાએ પતિ વિશે વાત કરતાં કહ્યું હતું કે મારી પાસે એવો સમય નથી કે હું અભિનવથી અલગ થયા પછી સતત ચિંતામાં ડુબેલી રહું અને ખોટા વિચારો કરું.  મારે અત્યારે મારું પોતાનું અને બાળકોનું ધ્યાન રાખવાનું છે. મારા પર અનેક જવાબદારીઓ છે. મારે ઘણા લોકોનું ધ્યાન રાખવાનું છે. આવા સમયે હું દુઃખ કે ચિંતામાં ગરકાવ થઇ જાવ એ પોષાય તેમ નથી. મારી દિકરી, મારો દિકરો અને ઘર આ બધુ મારે સંભાળવાનું છે. અત્યારે કમાનાર હું એક જ છું. હું ઘરમાં પુરૂષ પણ છું અને મહિલા પણ છું. જો કે દિકરી પલક મને ભરપુર સહકાર આપી રહી છે. શ્વેતાએ પહેલા લગ્ન ભોજપુરી એકટર રાજા ચોૈધરી સાથે કર્યા હતાં. તેના થકી એક દિકરીનો જન્મ થયો હતો. એ લગ્ન તુટ્યા પછી તેણે અભિનવ સાથે લગ્ન કર્યા હતાં. હવે બીજા લગ્ન પણ તુટી ગયા છે. અભિનવ અને શ્વેતાનો એક દિકરો રેયાંશ છે.

(10:25 am IST)