Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ફિલ્મ 'મંટો'નું ટીઝર રિલીઝ

મુંબઈ:બોલીવુડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની બહુપ્રતીક્ષીત ફિલ્મ મંટોનુ ટિઝર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં નવાજુદ્દીન જાણીતા લેખલ સહાદત હસન મંટોના રોલમાં જોવા મળી રહ્યો છે. ટીઝરમાં નવાજુદ્દીની જબરજસ્ત એક્ટીંગની ઝલક જોવા મળી રહી છે. મંટોના ૧ મિનીટ અને ૨૭ સેકન્ડના ટિઝરમાં નવાજુદ્દીન સિદ્દીકી દર્શકોની અપેક્ષા પર ફરી એકવાર ખરો ઉતરતો જોવા મળી રહ્યો છે. 
ફિલ્મમાં નવાજુદ્દીનની સાથે અબિનેત્રી રસિકા દુગ્ગલ પણ જોવા મળી રહી છે. જે મંટોની પત્નીની ભુમિકામાં છે. ફિલ્મમાં નવાજુદ્દીન એક એવા લેખકની ભુમિકામાં છે જે એક રીતે વિદ્રોહી છે. તે કોર્ટમાં પોતાના પુસ્તક વિરુદ્ધ નોધાયેલ કેસની સામે લડે છે. ટિઝરમાં દર્શાવવામાં આવેલ કેટલાક ડોયલોક લોકોને ખુબ પસંદ પડે તેવાછે.
ડાયરેક્ટર નંદિતા દાસની આ ફિલ્મમાં પરેશ રાવલ, ઋષિ કપુર, તાહિર રાજ ભસીન મુખ્ય ભુમિકામાં જોવા મળી રહ્યા છે. મંટો એક હિસ્ટોરિકલ પીરિયડ ડ્રામાં ફિલ્મ છે. જે લેખક સહાદત હસન મંટોના જીવન પર આધારીત છે. મંટોએ ભારત-પાકિસ્તાનના ભાગલા અને તે સમયની સામાજિક સ્થિતીને કેન્દ્રમાં રાખીને અનેક પુસ્તકો લખ્યા હતા.

(5:05 pm IST)