Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

શાહિદ કપૂરની ફિલ્મ'બત્તી ગુલ મીટર ચાલુ'નું શૂટિંગ અટવાયું

મુંબઇ:  ટોચના અભિનેતા શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી શ્રી નારાયણ સિંઘની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુનું ઉત્તરાખંડમાં ચાલી રહેલું શૂટિંગ પૂરું થયા બાદ આ ફિલ્મ એક યા વધુ કારણોથી અટકી પડી હતી. ક્રી અર્જ એન્ટરટેઇનમેન્ટ અને પ્રેરણા અરોરાએ સ્ટાફના ચડેલા પગાર વગેરે ચૂકવ્યાં નહીં હોવાથી શૂટિંગનું બીજું શિડયુલ શરૃ થઇ ચૂક્યું નહોતું. હાલ આ ફિલ્મ અટકી પડી છે કારણ કે બીજા શિડયુલને શ્રી નારાયણ સિંઘ શરૃ કરી શક્યા નથી. શાહિદે અગાઉ કહ્યું હતું કે હવે મેમાં શૂટિંગ આગળ ચાલશે. પરંતુ એવું થઇ શક્યું નથી કારણ કે પ્રોડયુસરે નાણાંખેંચ હોવાનો સંકેત કર્યો હતો. સ્ટાફે એવો આગ્રહ સેવ્યો હતો કે અગાઉનાં જે ચડેલાં નાણાં છે એ પહેલાં ચૂકવાઇ જવાં જોઇએ. ત્યારબાદ કામ આગળ વધશે. અત્યારે બીજી મૂંુઝવણ એ છે કે શ્રદ્ધા અબુધાબીમાં પ્રભાસ સાથે સાહોના શૂટિંગમાં બીઝી છે. એ પોતાનું કામ પતાવીને આવશે ત્યારે શાહિદ અર્જુન રેડ્ડીના શૂટિંગમાં બીઝી થઇ ગયો હશે. આમ તારીખોનો ક્લેશ પણ આ ફિલ્મને અત્યારે અટકાવી દેવામાં નિમિત્ત બન્યો છે. ફિલ્મ ક્યારે કેવી રીતે આગળ વધશે એ કોઇ કહી શકે એમ નથી.

(5:00 pm IST)