Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મોહિત સુરી સાથે કામ કરવા માટે બેચેન છું: અર્જુન કપૂર

મુંબઈ: ફિલ્મ 'એક વિલન 2' માટે અર્જુન કપૂર ગોવા રવાના થયો છે. તે કહે છે કે 'હાફ ગર્લફ્રેન્ડ' પછી તે ફરી એકવાર ડિરેક્ટર મોહિત સુરી સાથે કામ કરવા માટે બેચેન થઈ ગયો હતો. અર્જુન કહે છે, "હું ફરીથી મોહિત સાથે કામ કરવા માટે બેચેન થઈ રહ્યો હતો. 'હાફ ગર્લફ્રેન્ડ'ના શૂટિંગ દરમિયાન અમારો ખૂબ સારો સમય હતો, જે મારા માટે ખૂબ જ અલગ હતો."

(5:22 pm IST)
  • દ્વારકાના વધુ બે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર : બેરાજા અને બેહ ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. સવારે ૮ થી ૨ વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે. બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો. એક પછી એક ગામો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળતા સ્વૈચ્છિક લોકડાઉનવાળા ગામોનો આંક ૧૭ પર પહોંચ્યો છે. access_time 5:53 pm IST

  • ગુજરાત હાઈકોર્ટની સાફ સાફ વાત : રેમડેસીવીર અમૃત નથી તે અંગેની જાણકારી અને જાગૃતતા પ્રજા સુધી પહોંચે તેવા પગલા લેવા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને તાકીદ કરી છે અને કહ્યું છે કે રેમડેસીવીર ૯૦૦ રૂ. મળશે તે આજે ૧૪ થી ૧૫ હજારમાં વેચાય છે : રેમડેસીવીરના કાળા બજાર કેમ થાય છે તે અંગે જાણવુ જરૂરી છે : ગુજરાતના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ ગુજરાત સરકાર વતી સ્વીકાર કરી લેતા જણાવેલ કે અમારે વધુ પડતા વિશ્વાસમાં રહેવાની જરૂર નહોતી access_time 12:10 pm IST

  • પોરબંદરના લોહાણા અગ્રણીનો કોરોનાએ જીવન દીપ બુઝાવ્યો : પોરબંદર લોહાણા હિતેચ્છુ મંડળના પ્રમુખ અને નિર્ણાયક સાપ્તાહિકના તંત્રી શ્રી દિલીપભાઈ ધામેચાનું રાજકોટની હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. કોરોના વેકસીનના બંને ડોઝ તેમણે લઈ લીધા હતા. છેલ્લા ૧૦ દિવસથી તેઓ સારવાર લઈ રહ્યા હતા અને બાદમાં છેલ્લે વેન્ટીલેટર ઉપર હતા. અત્યારે સાંજના સમયે તેમના માતુબરી અને તેમના પત્નિ પોરબંદરથી રાજકોટ આવવા નીકળયા છે : (પરેશ પારેખ પોરબંદર દ્વારા) access_time 5:54 pm IST