Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કાર્તિક આર્યનની ફિલ્મ OTT પર વેચાનારી સૌથી મોંઘી ફિલ્મ

વરૂણ ધવન અને અક્ષય કુમારની ફિલ્મને પણ પછાડી

મુંબઇ, તા.૧૫: કાર્તિક આર્યન સ્ટાર 'ધમાકાલ' ફિલ્મ પ્લેટફોર્મ પર વેચાનારી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની છે. રિપોર્ટ પ્રમાણે, આ મામલે કાર્તિકે વરુન ધવન અને અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધો છે. 'કુલી નંબર ૧(એમેઝોન પ્રાઈમ) અને લક્ષ્મી (ડીઝની પ્લસ હોટસ્ટાર)ના ડિજિટલ રાઈટ્સ ક્રમશઃ ૯૦ કરોડ રૂપિયા અને ૧૧૦ કરોડ રૂપિયામાં વેચાયા હતા.સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, ધમાકા માટે નેટફ્લિકસે ૧૩૫ કરોડ રૂપિયાની ડીલ કરી છે. ધમાકાની ખાસિયત એ છે કે, આ શરૂઆતથી અંત સુધી ર૪ કલાકની થ્રિલર કોર્મેટવાળી ફિલ્મ છે. આ ઉપરાંત કાર્તિક આર્યનનાં ચાહકો દરેક ઉંમરના છે. આ કારણે નેટફ્લિકસને આ ફિલ્મ પર આટલા બધા રૂપિયા ખર્ચવામાં કોઈ તકલીફ ના પડી. એકટર કાર્તિક આર્યને સોમવાર,૨૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ પોતાની અપકમિંગ ફિલ્મ 'ધમાકા'નો  ફર્સુટ લુક શેર કર્યો હતો. આ ફિલ્મમાં તે અજુંન પાઠકના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કાર્તિક જનલિસ્ટનો રોલ પ્લે કરતો જોવા મળશે. ફિલ્મમાં અર્જુન પાઠક મુંબઈ ટેરર અટેકનું લાઈવ કવરેજ કરે છે. ફિલ્મના ડિરેકટર સમ માધવાની છે. કોરોના વાઈરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને હોટેલ બાયો બબલમાં રાખવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે, કાર્તિક ૧૪ દિવસની તારીખો આપી હતી. શુટિંગ નક્કી કરેલા સમય કરતાં પહેલાં જ પૂરું થઈ ગયું. આ મેન સ્ટ્રીમ સિનેમાની પ્રથમ એવી ફિલ્મ છે જેને આટલા ઓછા સમયમાં શૂટ પૂરું કર્યુ છે. 'ધમાકા' ફિલ્મની કાસ્ટ અને ફૂએ હોટેલમાં જ રોકાઈ હતી. ફિલ્મના અમુક સીન્સ જ આઉટડોર શૂટ કર્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મની યુનિટમાં ૩૦૦ લોકો હતા. પ્રોડકશન ટીમે આખી હોટેલ બુક કરી હતી. સેફ્ટી પ્રોટોકોલ્સને પણ ફોલો કયાં હતા અને બહારના કોઈ પણ વ્યકિતને હોટેલમાં આવવાની અનુમતિ નહોતી. ટૂંક સમવમાં ડિજિટલ પ્લેટર્ફોમ નેટફ્લિકસ પર કાર્તિક આર્યનની ફિલ્મ 'ધમાકા' સ્ટ્રીમ થશે. આ ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ 'ધ ટેરર લાઈફ'ની હિંદી રીમેક છે.

(2:52 pm IST)
  • ' ઉમર થાય એટલે મરવું પણ પડે ' : કોરોનાથી થતા મોત અંગે મધ્ય પ્રદેશના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલનું બેજવાબદાર વિધાન access_time 12:25 pm IST

  • દિલ્હીમાં પણ વીક એન્ડ કર્ફયુની જાહેરાત કરતી કેજરીવાલ સરકાર કોરોનાના બેફામ કેસો વધતા કેજરીવાલ સરકારે વીક એન્ડ કર્ફયુની જાહેરાત કરતાં કહ્નાં છે કે વીક એન્ડમાં જીમ, મોલ, સ્પા બંધ રહેશે : લગ્ન પ્રસંગ માટે પાસ ઈસ્યુ કરવામાં આવશે : શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધીનો કર્ફયુ લાદી દેવાયો છે access_time 1:19 pm IST

  • પટણા એઈમ્સ હોસ્પિટલમાં આઈ.એ.એસ.અધિકારીને પ્રવેશ મળી શકે છે તો નિવૃત ફૉજીને કેમ નહીં ? : પટણામાં કોરોનાથી પીડિત નિવૃત્ત સૈન્ય અધિકારીનું એમ્બ્યુલન્સમાં મોત : નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવી રહ્યા છે તેવું બહાનું કાઢ્યું : પટણા એઇમ્સે ભરતી કરવાનો ઇનકાર કર્યો : નિવૃત ફૌજીના મોતે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા કરી દીધા access_time 8:59 pm IST