Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અરે.... આ શું કહ્યું રાની મુખર્જીએ પોતાના વિશે

મુંબઇ: અભિનેત્રી રાની મુખરજી ચોપરાએ કહ્યું હતું કે હું નાની હતી ત્યારે તોતડાતી હતી. સ્પષ્ટ બોલી શકતી નહોતી. ધીમે ધીમે મર્યાદાને મેં અતિક્રમી અને વ્યવસ્થિત બોલતી થઇ. 'હેડકી વગરનું જીવન શક્ય નથી. નાની હતી ત્યારે મારા માટે તોતડાપણું એક પ્રકારની હેડકી હતી એક પ્રકારનો અવરોધ છે. અવરોધ વગરનું જીવન હોતું નથી' એમ રાનીએ કહ્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા નિર્દેશિત ફિલ્મ હિચકી વિશે બોલતાં રાનીએ કહ્યું કે ફિલ્મ મનોરંજક હોવા ઉપરાંત અવરોધો કે સમસ્યાથી ડરતા લોકો માટે પ્રેરણારૃપ બની રહેશે. ફિલ્મ રજૂ થવા પહેલાંજ એને બિરદાવવામાં આવે સૌથી વધુ આનંદદાયક વાત છે. હિચકીમાં રાની એક એવી શિક્ષિકા નૈના માથુરનો રોલ કરે છે જે એક પ્રકારના મનોરોગ ટૌરેટ સિન્ડ્રોમનો શિકાર બની છે. રોગ ધરાવતી વ્યક્તિ એકની એેક વાત કે હિલચાલ કે પ્રવૃત્તિ સતત કર્યા કરે છે. એણે કહ્યું કે હું આદિત્યને મારી બંગાળી રહેણીકરણી અને આહારવિહારની ટેવોથી પરિચિત કરી રહી છું. એને હજુ પણ હિલ્સા મચ્છી બનાવતાં કે માણતાં આવડતું નથી.

(4:37 pm IST)