Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

તેલુગુ ફિલ્મથી કમબેક કરશે સલમાન ખાનની આ હિરોઈન

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી ભાગ્યશ્રી ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે. વર્ષ 1989માં રજૂ થયેલ સલમાન ખાન અભિનીત મેને પ્યાર કિયા ફિલ્મમાં તેની હિરોઈન ભાગ્યશ્રી હવે ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મમાં કામ કરીને ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ચેતન ભગતની ઉપન્યાસ આધારિત ફિલ્મમાં ભાગ્યશ્રી કામ કરવાની છે.આ ફિલ્મ ચેતન ભગતની ટુ સ્ટેટ્સ પર આધારિત હશે. જેની હિન્દી રીમેકમાં અર્જુન કપૂર અને આલિયા ભટ્ટે અભિનય કર્યો છે. તેલુગુ ફિલ્મ તેની રીમેક હશે. ભાગ્યશ્રીએ 1997માં તેલુગુ ફિલ્મ ઓમકારમ થી દક્ષિણ ભારતીય સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. ભાગ્યશ્રી આ પહેલા ભોજપુરી, તેલુગુ,મરાઠી અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

(7:05 pm IST)