Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

વધુ ક્રેઝી-મનમોહક ભૂમિકા સાથે આવી રહી છે માહી

અભિનેત્રી માહિ ગીલને ફિલ્મ દેવ-ડી માટે બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર ક્રિટીકસ એવોર્ડ મળ્યો હતો. આઠ વર્ષ પછી તેણે સ્વીકાર્યુ છે કે હવે તે એવી અભિનેત્રી નથી રહી, જેવી પહેલી ફિલ્મ સાઇન કરતી વખતે હતી. માહિએ કહ્યું હતું કે મેં વીસ વર્ષની ઉમરમાં ચંદીગઢ શહેર એમ વિચારીને છોડી દીધુ હતું કે મને ટીવી પર નાના-મોટા રોલ મળી જશે. હું મેગેઝીન્સ વાંચતી હતી કે નિર્માતાઓએ અનેક કલાકારોને બાર અને કલબમાં બેઠા-બેઠા સાઇન કર્યા છે. આ કારણે હું પણ એ તરફ ભટકતી હતી. દેવ-ડીએ મને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. મને અનેક ફિલ્મોની ઓફર મળવા માંડી હતી. અનુરાગ કશ્યપે મને ગુલાલ માટે સાઇન કરી હતી. પણ એક મિત્રએ મારી સાથે આર્થિક રીતે દગો કર્યો અને હું ડિપ્રેશનમાં આવી ગઇ હતી. પછી દબંગ ફિલ્મથી મને ફરી લાઇમ લાઇટ મળી હતી. હવે હું સાહેબ બીબી ઓૈર ગેંગસ્ટરના ત્રીજા ભાગમાં વધુ ક્રેઝી, મોહક ભૂમિકામાં જોવા મળીશ. સાત વર્ષથી મને બોયફ્રેન્ડ તરફથી ખુબ સહકાર મળ્યો છે. તે ગોવામાં છે.

 

(9:53 am IST)