Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સુધીર મિશ્રા નિર્દેશિત ફિલ્મ 'દાસદેવ' ટ્રેલર લોન્ચ

મુંબઇ:  બિનપરંપરાગત ફિલ્મો બનાવવા માટે પંકાયેલા ફિલ્મ સર્જક સુધીર મિશ્રાએ પોતાની આગામી ફિલ્મ દાસદેવનું ટ્રેલર બુધવારે સાંજે રિલિઝ કર્યું હતું. શરદબાબુની ચિરંજિવ કૃતિ દેવદાસનું ઊલટું કરીને સુધીર દાસદેવ બનાવી રહ્યા છે. શરદબાબુની દેવદાસ એક રોમાન્ટિક ટ્રેજેડી છે જ્યારે દાસદેવ એક અઠંગ રાજકારણીની કથા છે. આ ફિલ્મમાં રાહુલ ભટ્ટ દેવ તરીકે, રિચા ચડ્ડા પારો તરીકે અને અદિતિ રાવ હૈદરી ચાંદની તરીકે ચમકી રહ્યાં છે. દેવદાસની પારંપરિક સ્ટોરીને સુધીર મિશ્રાએ અનેરો વળાંક આપ્યો છે. આ ટ્રેલરમાં પ્રેમ, વાસના, પોલિટિકલ ખટપટ અને ધિક્કારની લાગણી વણી લેવામાં આવી છે. આવી ફિલ્મ બનાવવા માટે બહુ હિંમત જોઇએ. અગાઉ સુધીર મિશ્રા હજારો ખ્વાહિશેં ઐસી, ધારાવી, ઇસ રાત કી સુબહ નહીં અને ચમેલી જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, દેવદાસના ટાઇટલને ઊંધું કરીને નવી સ્ક્રીપ્ટ લખવામાં મને કોઇ તકલીફ પડી નથી.હકીકતમાં આ એક રસપ્રદ પ્રક્રિયા હતી. સ્ક્રીપ્ટ લખતી વખતે મારામાં રહેલી કેટલીક વાતો ઊપલી સપાટી પર આવી ગઇ હતી. ક્યારેક આવી ભીતરની વાતો ડરામણી હોય છે.

(5:18 pm IST)
  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST