Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

રશ્મિ બિગ બોસમાં જાય તેવું નહોતી ઇચ્છતી તેની માતા

અભિનેત્રી રશ્મિ દેસાઇ બિગ બોસની શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. સિધ્ધાર્થ શુકલા સાથે તેનો ઝઘડો, અરહાન ખાન દ્વારા પ્રપોઝલ સ્વીકારવી એ પછી રશ્મિ અને સિધ્ધાર્થ વચ્ચેની લડાઇ આ શોમાં સોૈથી વધુ હાઇલાઇટ થયા છે. દરમિયાન રશ્મિની માતા રસિલા દેસાઇએ ખુલાસો કર્યો છે કે હું દિકરીને બિગ બોસમાં મોકલવા ઇચ્છતી જ નહોતી. તેણે કહ્યું હતું કે રશ્મિએ બિગ બોસમાં જવા માટે મારી પરવાનગી લીધી જ નહોતી. નહિતર હું તેને ત્યાં જવાની હા જ નહોતી પાડવાની. જો કે હું પોતે બિગ બોસ શોની મોટી ચાહક છું. રસિલા દેસાઇએ આગળ કહ્યું હતું કે મારી દિકરી ધીરજવાળી છે, આ કારણે તે અનેક બાબતો પર વધુ ધ્યાન નથી આપતી. મેં હમેંશા રશ્મીને સહન કરતાં શીખવ્યું છે, પણ મને લાગે છે કે તેણે આ બધુ શીખવાની જરૂર નહોતી. જો મેં તેને આ ન શીખવ્યું હોત તો એ બધાને જડબાતોડ જવાબ આપતી હોત.  

(9:57 am IST)