Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

હવે આલિયાની ફિલ્મ રાઝીની પણ બનશે સિક્વલ

મુંબઈ:મેઘના ગુલઝારની વીકી કૌશલ અને આલિયા ભટ્ટને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સુપરહિટ નીવડેલી ફિલ્મ રાઝીની સિક્વલની તૈયારી થઇ રહી હોવાની જાણકારી મળી હતી.રાઝી ફિલ્મ જે નવલકથા કોલિંગ સહમત પરથી બની હતી નવલકથાના લેખક હરીન્દર સિક્કાએ પોતે કહ્યું હતું કે હું રાઝીની સિક્વલની સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યો છું. અત્યારે સિક્વલને રિમેમ્બરીંગ સહમત નામ આપ્યું છે.  સહમત એક કશ્મીરી યુવતી હતી જેને ૧૯૭૧માં પાકિસ્તાન મોકલવામાં આવી હતી અને એણે ભારતીય જાસૂસ તરીકે ઉલ્લેખનીય કામગીરી બજાવી હતી. પોતાની કામગીરી પૂરી કરીને સ્વદેશ પાછી ફરી હતી.હરીન્દરે કહ્યું હતું કે સહમતની જીવનકથા એટલી બધી ઘટના ભરપુર છે કે એમાંથી સહેલાઇથી સિક્વલની સામગ્રી મળી શકે. મેં ૨૦૦૮માં કોલિંગ સહમત લખી ત્યારબાદ હું સતત એને દસ વર્ષ સુધી વચ્ચે વચ્ચે મળતો રહ્યો હતો. એની વાતો હું સતત રેકોર્ડ કરતો હતો એટલે સહમત વિશે મારી પાસે ભરપુર મસાલો છે. સિક્વલમાં પાકિસ્તાનથી પાછી ફર્યા બાદ શી રીતે હતાશામાં સરકી ગઇ એની વાત આવશે. એણે પોતાના પુત્રનો પણ ત્યાગ કરી દીધો હતો અને જાહેર જીવનમાંથી એકાંતવાસમાં સરકી ગઇ હતી. ડૉક્ટર મનમોહન સિંઘની સરકારે એને પદ્મશ્રીનો ઇલકાબ આપવાની ઑફર કરી હતી જે એણે નકારી કાઢી હતી.

(4:49 pm IST)