Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભૂમિ પેડણેકરે આ ફિલ્મનું શુટીંગ કર્યું પૂરું

મુંબઈ:અભિનેત્રી ભૂમિ પેડણેકરે સોશ્યલ મિડિયા પર મૂકેલા સંદેશામાં જણાવ્યા મુજબ એણે ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારેના પોતાના હિસ્સાનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું.ફિલ્મ અલંકૃતા શ્રીવાસ્તવ બનાવી રહી હતી. ભૂમિએ લખ્યું હતું કે પોતાના ઉજ્જવળ ભાવિ માટે સપનાં જોતી યુવતીનું પાત્ર હું લાંબો સમય સુધી ભૂલી નહીં શકું. ખૂબ આશાવાદી યુવતી છે જે સતત કંઇક નવું પ્રાપ્ત કરવાના સપનાં જોયા કરે છે...એનામાં કોઇ ડર કે શંકા નથી. મને પાત્ર કરવામાં ખૂબ મજા પડી હતી. આવું પાત્ર વારંવાર કરવાની તક મળતી નથી. જો કે ફિલ્મમાં ડોલીનું પાત્ર કોંકોણા શર્મા સેન કરી રહી છે. ભૂમિ કિટ્ટીના પાત્રમાં છે. એણે સોશ્યલ મિડિયા પર આખાય યુનિટનો અને ડાયરેક્ટર અલંકૃતાનો જાહેરમાં આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મારી અભિનય યાત્રાને યાદગાર બનાવવા માટે હું આપ સૌની ઋણી છું...અલંકૃતિ તમે સર્જેલા પાત્રે મારોં આત્મવિશ્વાસ વધુ દ્રઢ કર્યો હતો. હું તમારી ફિલ્મના યુનિટ સાથે વીતાવેલી પળો સહેલાઇથી ભૂલી નહીં શકું. થેંક્સ..

 

(4:48 pm IST)