Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવુડમાં ડેબ્યુ કરશે

મુંબઇ,તા.૧૫: માનુષી છિલ્લર મિસ વર્લ્ડ ખિતાબ જીત્યા બાદ દરેક લોકોની પસંદગી બની ચુકી છે. હવે માનુષી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવવા માટે પ્રયાસ કરી રહી છે. સમાચાર મળી રહ્યાં છે કે હવે તેણી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. માનુષી ફરાહ ખાનની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે.

નિર્માતા કરણ જોહર સાથે વાતચીત કર્યા બાદ માનુષીએ ફિલ્મ ન કરવાનો નિર્ણય લીધો હતો. કોરિયોગ્રાફર, નિર્માત્રી, દિગ્દર્શિકા ફરાહ ખાન સાથે માનુષી એક પ્રોજેક્ટ પર વાતચીત કરી રહી છે. સોશિયલ મીડિયા પર માનુષીની ફરાહ સાથેની એક તસવીર પણ વાઇરલ થઈ રહી છે. માનુષીએ અનેક મુલાકાતો દરમિયાન પોતે હિન્દી ફિલ્મોનો ભાગ બનવા માગે છે.

અહેવાલ અનુસાર હવે માનુષી ફિલ્મની સ્ક્રિપ્ટ માટે કામ પણ શરુ કર્યુ છે. સતત એક વર્ષના પ્રયાસ બાદ તેને ફરાહ ખાનની આગામી ફિલ્મની ઓફર થઈ છે. માનુષીના અભિનયને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. થોડકસમય પહેલા માનુષી એલેન ડીજેનેરેસ શોના સેટ પર જોવા મળી હતી. જ્યાં તેમના ચાહકો તેને જોઈને ખૂબ જ ખુશ હતા. (૯.૩)

(3:30 pm IST)