Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સારા અલી ખાનની સતત વધી રહી છે ડિમાન્ડ

ઇમરાન હાસમીની ફિલ્મ 'ચીટ ઇન્ડિયા'નું નામ સેન્સર બોર્ડની સુચના બાદ બદલીને 'વ્હાય ચીટ ઇન્ડિયા' કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૮મીએ રિલીઝ થઇ રહી છે. પ્રમોશન વખતે ઇમરાને કહ્યું હતું કે તે યુવા અભિનેત્રી સારા અલી ખાન સાથે ફિલ્મ કરવાની ઇચ્છા ધરાવે છે. ઇમરાને કહ્યું હતું કે મેં હજુ સુધી સારાની ફિલ્મ જોઇ નથી પણ મારા ઘરના લોકો અને મિત્રોએ તેની ફિલ્મો જોઇ છે અને તેના અભિનયના ખુબ વખાણ કર્યા છે. આ કારણે જ મારે તેની સાથે ફિલ્મ કરવી છે. કેદારનાથ ફિલ્મથી એન્ટ્રી કરનારી સારાની રણવીરસિંહ સાથેની સિમ્બા ૨૦૦ કરોડની કલબમાં સામેલ થઇ ગઇ છે. સારાની ખુબસૂરતી પણ ગજબની છે. આ કારણે તેના ચાહકો પણ સતત વધી રહ્યા છે. હવે ઇમરાને તેની સાથે કામ કરવાની ઇચ્છા દાખવી છે. વ્હાય ચીટ ઇન્ડિયામાં ઇમરાન રાકેશ સિંહ નામના વ્યકિતનો રોલ નિભાવે છે. જે એન્ટરન્સ એકઝામના નામે હેરાફેરી કરતો હોય છે.

(10:00 am IST)