Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

અંકિતા લોખંડે આજે બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લેશે સાત ફેરા

મુંબઈ: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે આજે (14 ડિસેમ્બર) બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્નના બંધનમાં બંધાશે. તેમના પ્રી-વેન્ડિંગ ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. અંકિતા તેના લગ્ન ખૂબ વૈભવી રીતે કરવા માંગે છે. કપલ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં સાત ફેરા લેશે જ્યાં તેમના પરિવારના સભ્યો ઉપરાંત ટીવી અને બોલિવૂડ સ્ટાર્સ હાજર રહેવાના છે. દરેકની નજર લગ્નમાં ખાસ કરીને દુલ્હનના આઉટફિટ પર હોય છે. અંકિતા ખાસ દિવસે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના બ્રાઈડલ આઉટફિટ પહેરી શકે છે. લગ્નની વિધિઓ બાદ કપલ પાર્ટીનું પણ આયોજન કરશે.

(6:03 pm IST)