Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન શાહી અંદાજમાં સંપન્‍ન થયા બાદ સલમાન ખાન અને રણબીર કપૂર પણ ત્‍યાં હાજર હોવાનો ફોટો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

કપલની મહેંદી સેરેમનીની એક તસવીર સોશ્‍યલ મીડિયામાં આગની જેમ ફેલાઇ

નવી દિલ્હીઃ વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન શાહી અંદાજમાં સંપન્ન થયા. આ વચ્ચે એક એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિક્કી-કેટરીનાની મહેંદીમાં રણબીર કપૂરને પણ નજર આવી રહ્યા છે, આ ફોટો તેજીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન શાહી અંદાજમાં સંપન્ન થયા. એક્ટર અને એક્ટ્રેસના લગ્ન સાથે જોડાયેલી અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. જેને જોઈને ચાહકોનું મન નથી ભરાઈ રહ્યું. આ દરમિયાન વિક્કી-કેટરિનાના લગ્નની એક એવી ફોટો વાયરલ થઈ રહી છે, જેમાં રણબીર કપૂર નજર આવી રહ્યા છે. જી હાં, કપલની મહેંદી સેરેમનીની એક તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.

લગ્નમાં ગયા હતા રણબીર કપૂર?

વિક્કી કૌશલ અને કેટરીના કૈફે નવ ડિસેમ્બરના રાજસ્થાના સિક્સ સેન્સ ફોર્ટમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા. કપલે પોતાના લગ્નમાં આવતા મહેમાનો માટે નિયમો બનાવીને રાખ્યા હતા. વિક્કી-કેટરિનાના લગ્નમાં સામેલ થવા માટે ફોન દૂર રાખવો જરૂરી હતો જેથી તસવીરો વાયરલ ન થાય. આ વચ્ચે એક એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિક્કી-કેટરીનાની મહેંદીમાં રણબીર કપૂરને પણ નજર આવી રહ્યા છે, આ ફોટો તેજીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

નકલી છે ફોટો-

શું ખરેખર વિક્કી-કેટરીનાના લગ્નમાં રણબીર કપૂર સામે થયા હતા? જેનો જવાબ છે ના. જો તમે એ જાણવા માંગતા હો કે આ ફોટો કેવી રીતે સામે આવ્યો, તો ફોટો અનસીનફ્રેન્ડ નામના ઈન્સ્ટા પેઈજ પર શેર કરવામાં આવી છે. આ પેઈજ પર અનેક આવી જ તસવીરોને મૉર્ફ કરી શેર કરવામાં આવી છે. તમામ તસવીરો સાથે આ પેજના ઑથરની તસવીર પણ જોવા મળી રહી છે.

સલમાન પણ આવ્યા નજર-

આ ફોટોમાં સલમાન ખાન પણ નજર આવી રહ્યા છે. સલમાનને જોઈને એવું લાગી રહ્યુ છે કે તે કેટરીનાને નાચતી જોઈ રહ્યા છે. આ તસવીરને જોઈને પહેલી નજરમાં તમે છેતરાઈ જશો પરંતુ ધ્યાનથી જોશો તો તેમને ખબર પડી જશે. તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફે  લાંબા સમય સુધી તેમના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. લગ્નની ખબરો પર કોઈએ હા પાડી હતી તો કોઈએ ના. કપલે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા જેની ચર્ચા આખી ઈન્ડસ્ટ્રીમાં છે.

(4:59 pm IST)