Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

કલકત્તામાં પણ માંગ ભરો સજની

હાલમાંફ્લ્મિ અભિનેતા રાજકુમાર રાવે તેની પ્રેમિકા પત્રલેખા સાથે લગ્ન કર્યા બાદ તેને પણ પ્રેમિકાની માંગમાં સિંદૂર ભરવાનું કહ્યું હતું

કોલકતા, તા.૧૪: લગ્નની વિધિમાં એક રસમ હોય છે સિંદૂરદાનની, જેમાં કન્યાની માંગમાં વર પોતાના નામનું સિંદૂર ભરે છે. છેલ્લા કેટલાક સમયથી સ્ત્રી-પુરુષ સમાનતાની વાતો કરનારા અઙ્ખક્ટિવિસ્ટોએ નવું જ ગાણું ગાવાની શરૂઆત કરી છે કે સ્ત્રી પરિણીત હોય એવું જાહેર કરતા શ્રૃંગાર હોય તો પુરુષોએ પણ એવો કોઈ શ્રૃંગાર અપનાવવો જોઈએ જેથી તેઓ પરિણીત છે એ જાણી શકાય. કેટલાક ઉંદારમતવાદીઓ કે સમાજસુધારકો વળી એનું પાલન પણ કરી રહ્યા છે.
હાલમાં ફ્લ્મિ અભિનેતા રાજકુમાર રાવે તેની પ્રેમિકા પત્રલેખા સાથે લગ્ન કર્યા બાદ તેને પણ પ્રેમિકાની માંગમાં સિંદૂર ભરવાનું કહ્યું હતું. હવે જો ફ્લ્મિઅભિનેતા આવું કરે તો પછી સામાન્ય માનવી થોડો પાછળ રહે. સોશ્યલ મીડિયા પર તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં શાલિની સેન નામની બંગાળણ નવવધૂ તેના પતિ અંકન મજુમદારની માંગમાં સિંદૂર ભરે છે.  શાલિની અને અંકનનાં લગ્ન બીજી ડિસેમ્બરે કલકત્ત્।ામાં થયાં હતાં, શાલિનીની બહેન કૃતિકાએ તેમનાં લગ્નના ફેટો અને વિડિયો ફ્ેસબુક પર અપલોડ કર્યા છે. શાલિની અને અંકનનાં લગ્ન ત્રણ પંડિતોએ કર્યાં હતાં તથા મંત્રો પણ સંસ્કૃત અને બંગાળીમાં ઉંચ્ચારાયા હતા. લગ્નવિધિમાંથી કન્યાદાનની વિધિ બાકાત કરવામાં આવી હતી. આ વિડિયોને ૩ લાખ કરતાં વધુ વ્યુઝ અને ૪૫૦૦ લાઇક્સ મળી હતી.

 

(4:06 pm IST)