Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

હું એવા લોકોને ખુશ ન કરી શકુઃ જ્હાન્વી

અભિનેતત્રી જ્હાન્વી કપૂરને લોકો તેના અભિનય અને તેની સ્ટાઇલને કારણે ખુબ પસંદ કરે છે. તેના જિમ શોટ્ર્સને કારણે પણ તે વારંવાર ચર્ચામાં રહે છે. પરંતુ જ્હાન્વી કહે છે હું એ વાતને વધુ મહત્વ નથી આપતી કે લોકો મારા જિમ શોટ્ર્સને લઇને શું કહી રહ્યા છે. લોકો મારા જિમ શોર્ટ્સને જોઈને જાત જાતની કોમેન્ટ્સ કરતાં રહે છે. પરંતુ હું ધ્યાને લેતી નથી. લોકોએ મારા તમામ જિમ લૂકસ જોયા છે. હું તેમને કહેવા માગું છું કે હું માત્ર એ એક જ કામ નથી કરતી. મને એ ખુશામત જેવું લાગે છે. તો કેટલાક લોકોને મારી જિમ શોર્ટ્સ અને મારા લુકને લઈને વાંધો છે. તો તેમને હું કહી દઉં કે તેમને ખુશ કરવાનું મારું કામ નથી. સોશિયલ મીડિયાને કારણે પડતી અસર બાબતે જ્હાન્વી કહે છે કે એક સમયે હું તેને ખુબ મહત્વ આપતી હતી અને મારી જાતને કહેતી હતી કે દર્શકોની ઇચ્છા પણ જાણવી જરૂરી છે. પરંતુ હવે મને લાગે છે કે આ બાબતની પણ સકારાત્મક અને નકારાત્મક એમ બંને અસર પડે છે. 

(10:00 am IST)