Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

કોમેડીથી ભરપુર ફિલ્મ કરવી છે આયુષને

હિમાચલ પ્રદેશના મંડીના વતની સલમાન ખાનના જીજાજી આયુષ શર્માએ બોલીવૂડમાં ફિલ્મ લવયાત્રીથી ૨૦૧૯મા અભિનય કારકિર્દીનો આરંભ કર્યો હતો. પ્રારંભે લવરબોયની ભુમિકા ભજવનાર આયુષ હાલમાં જ અંતિમ-ધ ફાઇનલ ટ્રુથમાં એકદમ અલગ જ પ્રકારના રોલ સાથે જોવા મળ્યો છે. આ ફિલ્મમાં તે ગેંગસ્ટર બન્યો છે અને જબરદસ્ત એકશન કરી સલમાન ખાનને પણ ટક્કર આપી છે. આયુષ આ ફિલ્મની સફળતાથી ખુશ છે. તે કહે છે હવે મારી ઇચ્છા કોમેડી પર હાથ અજમાવવાની છે. હેરાફેરી જેવી કોમેડી ફિલ્મ કરવાની તેની ખુબ ઇચ્છા છે. આયુષ કહે છે હે મારે કોમેડી પણ કરવી છે. એ પણ અતિશય કોમેડી. હેરાફેરી ફિલ્મો કરવી મને ખુબ જ ગમશે. જેવી કરવી ગમશે. એ એક કલ્ટ કલાસિક છે. એના જેવી કોઇ ફિલ્મ હજુ સુધી બની નથી.

(9:59 am IST)