Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

ટાઇપ કલાસ થવા ઇચ્છતી નથી ક્રિતી

વ્યસ્ત અભિનેત્રીઓની હરોળમાં સામેલ ક્રિતી સેનન દર્શકો સમક્ષ સતત અનોખા રૂપમાં ફિલ્મી પરદે આવતી રહે છે. થોડા સમય પહેલા આવેલી ફિલ્મ મિમીમાં તે હટકે રોલમાં દેખાઇ હતી અને વાહવાહ મેળવી ગઇ હતી. આ ફિલ્મમાં તેણે સગર્ભા મહિલાનો રોલ નિભાવ્યો હતો. જો કે આ ફિલ્મ માટે તે ચિંતીત પણ હતી. પરંતુ લોકોએ તેની આ ફિલ્મને ખુબ પસંદ કરી હતી. મેં અગાઉ મેં માત્ર ગ્લેમરસ રોલ્સ જ કર્યા હતા. લોકોએ મારા દેખાવ કરતાં મારી અંદરના એકટરને જોયો હતો. મને જે પ્રકારના પ્રોજેકટ્સ મળવા લાગ્યા હતા એમાં બદલાવ આવ્યો હતો. ક્રિતી કહે છે કોઇ એકટર જ્યારે ફિમેલ લીડ રોલ નિભાવે અને એની પ્રશંસા થાય પછી તે એવી ફિલ્મો કરવા તરફ વધુ આકર્ષાય છે. જો કે હું કોઇપણ રોલ સાથે ટાઇપકલાસ થવા ઇચ્છતી નથી. મને સતત અનોખું કરવાની ઇચ્છા થાય છે. દર્શકો સામક્ષ સતત નવું પીરસવાની ઇચ્છા થાય છે. આ કારણે હું વધુ જોખમ લેવામાં પણ ગભરાતી નથી. લોકો મને અલગ અલગ રોલમાં જૂએ એવી મારી ઇચ્છા છે.

(9:59 am IST)