Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

કાનપુરવાલે ખુરાના કાલથી ઓનએર

દર્શકોને પેટપકડીને હસાવવા 'ગુથ્થી' લાવી રહી છે આ કોમેડી શો

મુંબઇ તા. ૧૪ : ટીવી સ્ક્રિન પર ટૂંક જ સમયમાં કપિલ શર્મા શોની ગુથ્થી એટલે કે સુનિલ ગ્રોવર કોમેડી શો કાનપુરવાલે ખુરાનાઝ શરૂ થવા જઈ રહ્યો છે. જેનો પ્રોમો રીલિઝ થઈ ચૂકયો છે. આ કોમેડી શોના પ્રથમ એપિસોડમાં રણવીરસિંહ અને રોહિત શેટ્ટી પોતાની નવી ફિલ્મ સિંબાના પ્રમોશન માટે આવવાના છે. જેનો પ્રોમો હાલમાં દર્શકોને પેટ પકડીને હસાવી રહ્યો છે. તાજેતરમાં જ આ ટીવી શોનો બીજો એક પ્રોમો સામે આવ્યો છે. જેમાં રણવીરસિંહ અને રોહિત કોમેડિયન સુનિલ ગ્રોવર પર થૂંકતા નજરે ચડી રહ્યા છે.

જયારે શો પર રણવીરસિંહ, સુગંધા મિશ્રા પાસેથી ચા મંગાવે છે ત્યારે પ્રથમ સિપ લેતા જ સુનિલ ગ્રોવર તેને પૂછે છે કે, મોંગેમ્બો ખુશ હુઆ? આ પછી રણવીરસિંહ આખી ચા સુનિલ ગ્રોવર પર થૂંકી કાઢે છે. ત્યાર બાદ રોહિત શેટ્ટી અને સુગંધા પણ ચા પીવે છે તેઓ પણ સુનિલ ગ્રોવર પર આખી ચા થૂકી દે છે. આ પ્રોમોમાં રોહિત અને ફરાહ ખાન ખૂબ મસ્તી કરે છે અને રણવીરસિંહની મજાક ઉડાવે છે. આ પ્રોમો જોયા બાદ એવું કહી શકાય છે કે, આ વખતેનો વીકએન્ડ ધમાકેદાર રહેવાનો છે.

ટીવી સ્ક્રિન પર કોમેડી શો કાનપુરવાલે ખુરાના તા.૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ઓનએર થવાનો છે. જે માત્ર વીકએન્ડ પર બ્રોડકાસ્ટ થશે. જોકે, આ શોના પ્રથમ એપિસોડમાં રણવીરસિંહ અને રોહિત શેટ્ટી પોતાની ફિલ્મ સિમ્બાનું પ્રમોશન કરવા માટે આવ્યા હતા. જેના એક સિનમાં કોમેડી માટે રણવીર અને રોહિત સુનિલ ગ્રોવર પર થૂંકી રહ્યા છે. કાનપુરવાલે ખુરાના કોમેડી શો કપિલના શોની સામે ટક્કર લે તેવું લાગી રહ્યો છે.(૨૧.૪)

(11:47 am IST)