Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

હું દિપીકાના પતિ તરીકે ઓળખાઉ તેનું મને ગર્વ છે : સોયબ

બિગ બોસ-૧૨માં ફેમિલી સ્પેશિયલ  વિકમાં સ્પર્ધકોને તેના પરિવારજનો સાથે મુલાકાત કરવાની તક અપાઇ હતી. જેમાં દિપીકા કક્કડને મળવા તેનો પતિ શોએબ ઇબ્રાહીમ પહોંચ્યો હતો. સોયેબે કહ્યું હતું કે હું દિપીકાના પતિ તરીકે ઓળખાઉ તો તેનું મને ગોૈરવ છે. પતિને જોઇને દિપીકા ખુશખુશાલ થઇ ગઇ હતી અને ખુબ જ લાગણીશીલ બની ગઇ હતી. શોયેબે કહ્યું હતું કે મને બિગ બોસના ઘરની અંદર ખુબ ગમ્યું હતું, ત્યાં તમામ ક્ષણ ભાવુક કરી દે તે હતી. મેં દિપીકાને ૮૫ દિવસ પછી જોઇ હતી. સોયેબે એમ પણ કહ્યું હતું કે દિપીકા બિગ બોસના ઘરમાં સોૈથી સાચી વ્યકિત તરીકે ભાગ લઇ રહી છે.

(5:03 pm IST)