Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઠગ્સ ઓફ હિંદોસ્તાનની પાંચમા દિવસે તો થઇ જબરદસ્ત ફજેતી

હાલત એવી થઇ ગઇ છે કે શો ઘટાડવા પડી રહ્યા છે

મુંબઇ તા. ૧૪: આમિર ખાન, અમિતાભ બચ્ચન, ફાતિમા સના શેખ અને કેટરિના કૈફની 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' બોકસ-ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે પિટાઇ ગઇ છે. બેસતા વર્ષના દિવસે એટલે કે આઠ નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પાંચ દિવસમાં તમામ ભાષામાં મળીને ટોટલ ૧ર૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને હિન્દીની સાથે તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવી હતી. ભારતમાં ટોટલ પ૦૦૦ સ્કીનમાં રિલીઝ કરવામાં આવી હોવા છતાં આ ફિલ્મ પિટાઇ ગઇ છે. આ ફિલ્મે દરેક ભાષા મળીને ગુરૂવારે પર.રપ કરોડ, શુક્રવારે ર૯.રપ કરોડ, શનિવારે ર૩.પ કરોડ, રવિવારે ૧૮ કરોડ અને સોમવારે ૬ કરોડની સાથે ટોટલ ૧ર૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સો કરોડ, બસો કરોડ અને ત્રણસો કરોડ જેવી કલબની શરૂઆત કરનાર આમિર ખાનની આવી ફિલ્મ હોય એ જાણીને દર્શકોને ખૂબ જ આઘાત લાગ્યો છે. આ ફિલ્મનાં સ્ક્રીનિંગમાં પાંચ જ દિવસમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આયુષ્માન ખુરાનાની 'બધાઇ હો'નું ચોથું અઠવાડિયું ચાલી રહ્યું હોવા છતાં એનાં સ્ક્રીનિંગમાં વધારો કરવામાં આવ્યો છે. મલ્ટિપ્લેકસમાં સ્ક્રીનિંગ ઘટાડવામાં આવી રહ્યું છે તો સિંગલ સ્ક્રીન થિયેટરમાંથી ફિલ્મને જ કાઢી નાખવામાં આવી છે. ચીનમાં કરોડોનો બિઝનેસ કરનારી આમિર ખાનની ફિલ્મ આજે ભારતમાં જ બસો કરોડની કલબમાં પહોંચે કે નહીં એ એક સવાલ છે.

(12:11 pm IST)