Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

બોલીવુડની માઠી : સારાઅલી ખાનના ઘરમાં કોરોનાના ટકોરા : ડ્રાઈવરનો રિપોર્ટ પોઝીટીવ

સારા અલીખાનના પરિવારના સભ્યો અને ઘરના તમામ સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ

મુંબઈ : મુંબઈમાં કોરોના વાયરસનું જોખમ વધી રહ્યું છે. બોલીવુડની માઠી બેઠી હોય તેમ મહાનાયક અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર પછી હવે કોરોનાએ અભિનેત્રી સારા અલી ખાનના ઘર પર ટકોરા માર્યા છે, સારાએ તેના ડ્રાઇવરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યાનો ખુલાસો કર્યો છે. આ સમાચાર આવતાની સાથે જ ફરી એકવાર બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે.

સારા અલી ખાને સોમવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો હતો કે તેના ડ્રાઇવરને કોરોના છે અને હવે તેને ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલ્યો છે. સારાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે ડ્રાઇવરને કોરોના ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યા બાદ, તેના પરિવાર અને સ્ટાફનું પણ કોરોના ટેસ્ટ થયો હતો, જેનો રીપોર્ટ આવી ગયો છે.

સારાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અમારા ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવતાની સાથે જ બીએમસીને જાણ કરવામાં આવી હતી અને બાદમાં ડ્રાઇવરને ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલવામાં આવ્યો હતો.

સારા અલી ખાને વધુ માહિતી આપતાં લખ્યું, ‘મારા પરિવારના સભ્યો અને ઘરના તમામ સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે બધા જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ. બીએમસી દ્વારા પ્રદાન થયેલ માર્ગદર્શિકા બદલ આભાર. બધા સલામત રહે. ‘

(12:44 pm IST)