Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

બેલેડાન્સ કરવાની પોતાની ઇચ્છા પૂરી કરી માધુરી દીક્ષતિ નેનેએ

મુંબઇ તા. ૧૪ : માધુરી દીક્ષતિ નેનેએ તાજેતરમાં જ બેલેડાન્સ કરવાની  પોતાની ઇચ્છા પરી કરી છે. તેણે કલર્સ ચેનલ પર આવનાર 'ડાન્સ દીવાને' રિયલિટી શોમાં શાઇના નામની એક સ્પર્ધક સાથે બેલે ડાન્સ કર્યો હતો. આ શો ૧પ જુનથી શરૂ કરવાનો છે. આ શોમાં જજ્ઝિ તરીકે માધુરી દીક્ષતિ નેને ડિરેકટર શશાંક ખૈતાન અને કોરિયોગ્રાફ તુષાર કાલિયા જોવા મળશે. કલર્સ પર આ શો દર શનિવારે અને રવિવારે રાત્રે ૯ વાગ્યે જોવા મળશે. આ શોમાં શાઇના નામની એક સ્પર્ધકે 'ઓ વૃમનિયા'ના ગીત પર બેલે ડાન્સ કર્યો હતો તેનો ડાન્સ જોઇને તો માધુરી ખુબ ખુશ થઇ ઉઠી હતી. તેની પ્રશંસા કરતાં માધુરીએ પણ તેની સાથે બેલે ડાન્સ કર્યો હતો. માધુરીએ થોડી જ સેકન્ડમાં આ ડાન્સ શીખી લીધો હતો. તેણે ખુબ જ કોન્ફિડન્સથી સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. તેનો ડાન્સ જોઇને શોમાં હાજર સૌકોઇ મંત્રમુગ્ધ થયા હતા.

(11:39 am IST)