Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

માતાના રોલ સામે વાંધો નથી સોનાલી કુલકર્ણીને

સોનાલી કુલકર્ણી મરાઠી ફિલ્મોનું ખુબ જાણીતું નામ છે. સોનાલીએ હિન્દી ઉપરાંત કન્નડ, ગુજરાતી અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. હિન્દીમાં દિલ ચાહતા હૈ, સિંઘમ, ટેકસી નં. ૯૨૧૧માં તેણે કામ કર્યુ છે. હાલમાં તે ભારત ફિલ્મમાં સલમાન ખાનની માતાના રોલમાં જોવા મળી છે. તે ઉમરમાં સલમાન કરતાં આઠ વર્ષ નાની હોવા છતાં આ રોલ નિભાવતાં અમુક ચાહકોને ગમ્યું નથી.કેટલાક લોકો એવું માને છે કે બોલીવૂડમાં અનેક વખત એવું થાય છે કે અભિનેત્રીઓને પોતાની ઉમરથી મોટા હીરોની મા બનવું પડે છે. સોનાલી સશકત અભિનેત્રી છે, તેને સારા અને દમદાર રોલ મળવા જોઇએ. જો કે સોનાલી પોતાના આવા રોલથી જરાપણ દુઃખી નથી. તે કહે છે મેં જાતે જ આવા રોલ સ્વીકાર્યા છે. ૨૦૦૦માં મિશન કાશ્મીરમાં હું રિતીક રોશનની મા બની હતી. મરાઠી ફિલ્મોમાં મને ખુબ સારા રોલ મળે જ છે. પરંતુ હિન્દી ફિલ્મોમાં આવા રોલ નથી મળતાં. છતાં હું હિન્દી ફિલ્મો થકી દર્શકો સુધી પહોંચી શકુ છું એ ખુશીની વાત છે.

(10:04 am IST)