Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

જબરદસ્ત એકશન રોલમાં જોવા મળશે રિતેશ દેશમુખ

ટાઇગર શ્રોફ પોતાની નાનકડી કારકિર્દીમાં લોકપ્રિય સિરીઝનો ભાગ બની ગયો છે. બાગી સિરીઝના રૂપમાં તેણે બોકસ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી છે. એકશન દ્રશ્યો એ આ સિરીઝની ફિલ્મોનું જમાપાસુ છે.બાગી-૨ રિલીઝ થઇ એ પહેલા જ બાગી-૩ બનાવવાની જાહેરાત થઇ ચુકી હતી. અહેમદ ખાન હવે બાગી-૩નું નિર્દેશન કરવા તૈયાર છે. હિરોઇન તરીકે ફરીથી શ્રધ્ધા કપૂરની એન્ટ્રી થઇ છે. ટાઇગર શ્રોફ સાથે અક્ષય કુમાર પણ આ ફિલ્મમાં ખાસ રોલમાં હશે તેવી ચર્ચાઓ વહેતી થઇ હતી. પરંતુ હવે એ નક્કી થયું છે કે આ ખાસ રોલ માટે રિતેશ દેશમુખ જોવા મળશે. રિતેશનો રોલ પણ જોરદાર હશે. રિતેશને આ એકશન ફિલ્મમાં જોવાની મજા જ અલગ હશે. તે મોટે ભાગે કોમેડી રોલમાં જ જોવા મળે છે. જો કે અગાઉ તેણે એક વિલનમાં વિલનનો રોલ નિભાવ્યો હતો. જેના ખુબ વખાણ થયા હતાં. બાગી-૩ના નિર્માતા સાજીદ નડિયાદવાલા છે. રિતેશની તેની સાથે આ છઠ્ઠી ફિલ્મ છે.

(10:04 am IST)