Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ટીવી રિયાલીટી શો માટે ખુબ મહેનત કરી રહી છે ઝરીન

સલમાન ખાન સાથે વીર ફિલ્મથી નવ વર્ષ પહેલા બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી ઝરીન ખાન હાલમાં ફિલ્મોથી દુર છે. તેણે હિન્દી ઉપરાંત તમિલ અને પંજાબી ફિલ્મો પણ કરી છે.  હાઉસફુલ-૨માં પણ મહત્વનો રોલ નિભાવ્યો હતો. જો કે તેની કારકિર્દી સફળતાની સીડી ચડી શકી નથી. તેણે છેલ્લે હેટ સ્ટોરી-૩માં અત્યંત બોલ્ડ સિન પણ આપ્યા હતાં. તેણે બોલીવૂડમાં નવ જેટલી ફિલ્મો કરી છે. આ વર્ષે તેની પંજાબી ફિલ્મ પણ સપ્ટેમ્બરમાં આવશે. હાલમાં તે જીમમાં પરસેવો પાડી રહી છે. તાજેતરમાં એક જીમ બહાર તે સ્ટાઇલીશ અંદાજમાં જોવા મળી હતી. બિગ બોસ-૧૩માં તે ભાગ લઇ રહી છે. સલમાન ખાનને કારણે જ તે બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી શકી છે. હવે તેના શો બિગ બોસમાં તે ભાગ લઇ રહી છે. આ માટે તે ખાસ તૈયારી અત્યારથી જ કરી રહી છે અને જીમમાં જઇ શરીરને ફિટ અને આકર્ષક બનાવવા મહેનત કરી રહી છે.

(10:03 am IST)