Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

મારી જાતને મહારાણા પ્રતાપથી અલગ નથી કરી શકતોઃ શરદ

ટીવી પરદે શરદ મલ્હોત્રાએ અનેક અલગ-અલગ ભુમિકાઓ નિભાવી છે અને દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. પણ શરદને સોૈથી વધુ કોઇ ભુમિકા ગમતી હોય તો એ છે મહારાણા પ્રતાપની. તેણે કહ્યું હતું કે હું અગાઉ મારા પિતાજીના કહેવાથી રાજસ્થાનમાં મહારાણા પ્રતાપની સમાધીના દર્શન કરવા ગયો હતો. ત્યારે મને ત્યાં અલોૈકિક અનુભવ થયો હતો. મને ત્યાં જઇને એવું લાગ્યું હતું કે હું આ સમાધીને ઓળખુ છું અને હલ્દીઘાટીનું યુધ્ધ મેં જ કદાચ લડ્યું હતું. હું મહારાણા પ્રતાપને મહેસુસ કરતો હોઉ તેવું મને લાગ્યું હતું. સમાધી સ્થળ એ મારા માટે મારી જાત સાથેનું જાણે મિલન હતું. હું સતત એ અનુભવને યાદ રાખુ છું, મારા રૃંવાડા ઉભા થઇ જાય છે. હું સમાધી સ્થળ પર હતો ત્યારે એક વ્યકિત મને ઓળખી ગયેલ કે મેં જ મહારાણા પ્રતાપની ભુમિકા નિભાવી છે. તેણે તેના દિકરાને મને પગે લાગવા કહ્યું હતું. ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ ટીવી પર વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ સુધી દેખાડવામાં આવેલ શો હતો.

(10:24 am IST)