Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સ્‍ટાર પ્‍લસની ‘અનુપમા' સિરીયલમાં પાંખી ‘વન નાઇટ સ્‍ટેન્‍ડ'નો ભોગ બનશેઃ અનુપમાની જીંદગીમાં રામ કપૂરની એન્‍ટ્રી થશેઃ વનરાજને પોતાની ભુલનું ભાન થશે

મુંબઈ: ટીવી સીરિયલ અનુપમાની સતત વધી રહેલી રેટિંગ્સ પાછળ અનેક લોકોનો હાથ છે. સીરિયલ સાથે જોડાયેલા કલાકારોની એક્ટિંગથી લઈને રાઈટર્સ, પ્રોડ્યુસર્સ અને ડાઈરેક્ટર્સ ઉપરાંત ક્રિએટિવ ડાઈરેક્ટર્સની કહાનીને અલગ અલગ ટ્વિસ્ટ આપવામાં મોટો હાથ હોય છે. સીરિયલ અનુપમાની ટીમ એટલે મેચ્યોર છે કે બધા એકબીજા સાથે ચર્ચા કરીને જ આગળ ટ્વિટસ્ટ અને ટર્ન્સ અંગે નિર્ણય લે છે. ઓનએર થયા બાદ આ શો સતત ટીઆરપી ચાર્ટમાં ટોપ પર રહ્યો છે અને મેકર્સે નક્કી કરી લીધુ છે કે આગળ પણ આમ જ રહેશે. આવનારા દિવસોમાં આ સીરિયલમાં એક બાદ એક એવા ટ્વિસ્ટ આવશે કે દરેકની ઊંઘ ઉડી જશે. અમારી સહયોગી વેબસાઈટ બોલીવુડ લાઈફના આ ખાસ રિપોર્ટમાં આ ટ્વિટ્સ અંગે જણાવાયું છે.

વન નાઈટ સ્ટેન્ડમાં ફસાશે પાંખી

માતા અને પિતાની ગેરહાજરીમાં પાંખી સામે એક એવી ઓફર આવી છે જેમાં તે ના પાડી શકતી નથી. પાંખીના ક્લાસનો સૌથી કૂલ છોકરો કબીર તેને પાર્ટીમાં બોલાવે છે. પાંખી કઈ પણ કરીને આ પાર્ટીમાં જશે અને આ પાર્ટીમાં તેની સાથે કઈક એવું થશે જેના અંગે તેણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય પાંખી વન નાઈટ સ્ટેન્ડનો ભોગ બનશે. આ વાતની જાણ થતા જ પાંખીના પરિવારના દરેક સભ્યના પગ નીચેથી જમીન સરકી જશે.

વનરાજ અને અનુપમાના ડિવોર્સ

તમને એમ થતું હશે કે વનરાજ અને અનુપમાના ડિવોર્સ થશે કે નહીં. અપકમિંગ એપિસોડ્સમાં તમે જોશો કે અનુપમા અને વનરાજના ડિવોર્સ થઈ જશે અને કોર્ટમાં સુનાવણી દરમિયાન અનુપમા અને વનરાજ ગત બધુ વિચારીને ખુબ ઈમોશનલ થઈ જશે અને આ દરમિયાન બની શકે કે તમારી આંખો પણ ભરાઈ જાય. બીજી બાજુ કાવ્યાની તો લોટરી લાગી જશે. કાવ્યા જલદી વનરાજ અને અનુપમાના ડિવોર્સનો જશ્ન મનાવશે.

અનુપમાનું ટ્રાન્સફોર્મેશન જોઈને વનરાજના હોશ ઉડશે

અનુપમાના લેટેસ્ટ ટ્રેકમાં દેખાડવામાં આવ્યું છે કે અનુપમા અને વનરાજ એક રિસોર્ટમાં ફસાયેલા છે. આ રિસોર્ટમાં જ અનુપમા નવા નવા લોકોને જોઈ રહી છે અને તેમને જોઈને તેમના નવા નવા સ્ટાઈલિશ ટ્રેન્ડ વિશે પણ જાણકારી મેળવે છે. ડિવોર્સ બાદ પાંખી, કિંજલ અને સમર તેમનું મેકઓવરની જીદક રશે તો અનુપમા તેના વિશે ના નહીં પાડી શકે. અનુપમા નક્કી કરશે કે તે જમાના સાથે તાલ મેળવશે અને હવે પાછળ વળીને જોશે નહીં.

અનુપમાની જિંદગીમાં રામ કપૂરની એન્ટ્રી

અનુપમાના મેકર્સ હાલ રામ કપૂરને સીરિયલમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. ઘર એક મંદિર અને કસમ સે તથા બડે અચ્છે લગતે હૈ દ્વારા રામ કપૂરે ટીવીના દર્શકો વચ્ચે એક અલગ છાપ છોડી છે. લોકો રામ કપૂરની અદાકારીના ફેન છે અને તેમના આવતા જ સીરિયલની ટીઆરપી વધી જાય છે. આવામાં મેકર્સ રામ કપૂરને ધારી રકમ આપવા માટે પણ તૈયાર છે. હવે તમે વિચારી રહ્યા હશો કે રામ કપૂર આખરે આ સીરિયલમાં આવીને શું કરશે. હકીકતમાં રામ કપૂરના આવતા જ અનુપમાને અહેસાસ થશે કે જો પાર્ટનર તમારી કદર કરે તો દરેક ઘા તમને નાનો લાગે છે. રામ કપૂરના પાત્ર અને અનુપમાની મિત્રતાનો ટ્રેક આ સીરિયલમાં પ્રાણ ફૂંકશે.

વનરાજને થશે ભૂલનું ભાન

આવનારા દિવસોમાં વનરાજ અને કાવ્યા વચ્ચે ઝગડા વધી જશે. એક બાજુ અનુપમા પોતાના ડાન્સ ક્લાસમાં વ્યસ્ત થઈ જશે જ્યારે ધીરે ધીરે તે લોકો વચ્ચે પોતાની એક અલગ ઓળખ પણ બનાવી લેશે. એક સમય એવો આવશે કે જ્યારે વનરાજ પોતાના જીવનમાં એકલતા અનુભવશે અને આવામાં તેને એવા સહારાની જરૂર પડશે જે તેને સમજી શકે. આ દરમિયાન વનરાજને પોતાની ભૂલનું ભાન થશે. તેને અહેસાસ થશે કે તેણે અનુપમાને ઓછી આંકીને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી છે.

(5:38 pm IST)