Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ધ તાશકંદ ફાઈલ્સ- શાસ્ત્રીજીના મોતની કહાની પરદા પર જીવિત થતી નથી

 

Photo : Tashkent

નવીદિલ્હી,તા. ૧૪: ઈતિહાસના વિવાદાસ્પદ પાસાઓને દર્શાવવાની ક્રિએટિવ આઝાદી એક ફિલ્મમેકર ચોક્કસ હોય છે. વિવેક અગ્નિહોત્રીએ આ જ ક્રિએટિવ ફ્રીડમનો ઉપયોગ કરીને ધ તાશ્કંદ ફાઈલ્સ મૂવી બનાવી છે. ફિલ્મ ઈતિહાસના સૌથી ચર્ચાસ્પદ અધ્યાય એટલે કે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મોતની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં સવાલ ઉઠાવ્યા છે, શુ તેમનુ મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયુ કે પછી તાશ્કંદ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી ઝેર આપી દેવાયુ? લાલ બહાદુર શાસ્ત્રીનું મોત ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ થયું હતું, તેમનુ મૃત્યુ પછી પોસ્ટ મોર્ટમ કરવામાં કેમ ન આવ્યુ? તેમના શરીર અનેક જગ્યાએ ક્ટ્સના નિશાન કેમ હતા? તેમનું પાર્થિવ શરીર ભારત લાવવામાં આવ્યુ ત્યારે સુજેલુ અને કાળુ કેમ હતુ? જો કે વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મનો આ વિષય પસંદ કર્યો તેની સામે લોકો પ્રશ્નો ઉભી કરી રહ્યા છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં જે તથ્ય તરફ ઇશારા થયા તે એકપક્ષી છે. ખાસ કરીને દેશમાં ચૂંટણીનો માહોલ પરાકાસ્ટાએ છે ત્યારે..

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા વિવાદમાં આવી હતી જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્રએ ડિરેક્ટરને લીગલ નોટિસ મોકલી. આ ફિલ્મની સ્ટોરી મહાત્વકાંક્ષી પોલિટિકલ પત્રકારના સ્કૂલ લાવવાની ચેલેન્જથી શરૂ થાય છે. આ પત્રકાર (શ્વેતા બાસુ પ્રસાદ)ને તેના બૉસને અલ્ટીમેટમ આપ્યુ છે કે તે ૧૫ દિવસની અંદર કોઇ સ્કૂપ નહી લાવે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આવામાં જન્મ દિવસે તેને એક લીડ મળે છે, જે ભૂતપૂર્વ વડાપ્રધાન  લાલ બહાદુર શાસ્ત્રીના મોત અંગે છે. તેને ઉકસાવવામાં આવે છે કે જો આ વિવાદાસ્પદ પ્રકરણ અંગે તે સરકારને જવાબદાર બનાવશે તો મોટો સ્કૂપ બની શકે છે. ત્યારે પછી રાગિણી ઈન્વેસ્ટિગેશનમાં જોડાય છે અને પોતાના સવાલોથી તહેલકો મચાવી દે છે કે ભૂતપૂર્વ વડાપ્રધાનનું મૃત્યુ કુદરતી હતુ કે નહી. ત્યાર પછી શ્યામ સુંદર ત્રિપાઠી (મિથુન ચક્રવર્તી), પીકેઆર નટરાજન (નસીરુદ્દીન શાહ) જેવા પોલિટિકલ નેતા એકબીજાના વિરોધી હોવા છતાંય આ સવાલોની વાસ્તવિકતા જણાવવા માટે કમિટી બનાવે છે. આ કમિટીમાં રાગિણી અને શ્યામ સુંદર ત્રિપાઠી સહિત એક્ટિવિસ્ટ (ઈન્દિરા જોસેફ રૉય), ઈતિહાસવિદ્ આયશા અલી શાહ (પલ્લવી જોશી), ઓમકાર કશ્યપ (રાજેશ શર્મા), ગંગારામ ઝા (પંકજ ત્રિપાઠી), જસ્ટિન કુરિયન અબ્રાહમ (વિશ્વમોહન બડોલા) જેવા લોકોને પસંદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં બધા જ કલાકારોએ ઉમદા અભિનય કર્યો છે. નસીરુદ્દીન શાહનો રોલ વધારે નાનો છે. મિથુન ચક્રવર્તીએ શ્યામ સુંદર ત્રિપાઠીની ભૂમિકામાં ખૂબ મનોરંજન કર્યુ છે. લ્લવી જોશી લાંબા અરસા બાદ પરદે જોવા મળી છે. પંકજ ત્રિપાઠી, મંદિરા બેદી, રાજેશ શર્માએ પોતાના આ પાત્રોને સારો ન્યાય આપ્યો છે. રાગિણીના રૂપમાં શ્વેતાએ પાવરપેક્ડ પરફૉર્મન્સ આપ્યુ છે. તેણે આ કોમ્પિટકેટેડ ભૂમિકા સારી રીતે ભજવી છે.

(2:44 pm IST)
  • હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો સૌથી મોટો સ્ટાર પ્રચારક બન્યો.:કોંગ્રેસે હાર્દિકને પ્રચાર માટે હેલિકોપ્ટર ફાળવ્યું:રાહુલ-પ્રિયંકા બાદ ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બન્યો હાર્દિક. આગામી 7 દિવસમાં હાર્દિક 50થી વધુ સભાઓ સંબોધશે. access_time 5:08 pm IST

  • રાજસ્થાનના અલવર જિલ્લામાં કોંગ્રેસની જૂથબંધીનું વરવું પ્રદર્શન :બે જૂથો વચ્ચે છૂટાહાથે મારામારી :જિલ્લાના બહરોડ કસબામાં ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રસિંહ ભંવર અને શ્રમ મંત્રી ટીકારામ જુલીની હાજરીમાં બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી access_time 11:04 pm IST

  • માહિતી કમિશનર તરીકે સર્વ શ્રી રમેશ કારિયા, કિરીટ અધ્વર્યુ અને વીરેન્દ્ર પંડ્યાની વરણી થઇ છે access_time 11:39 pm IST