Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

102 નોટ આઉટ ફિલ્મમાં અમિતાભ-ઋષિ કરશે હવે આ કામ

મુંબઇ: ઓહ્ માય ગૉડના સર્જક ઉમેશ શુક્લાની નવી ફિલ્મ ૧૦૨ નોટ આઉટમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રિશિ કપૂર પિતા પુત્રનો રોલ કરી રહ્યા છે એે તો સૌૈ કોઇ જાણે છે. પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ ફિલ્મના એક ગીતનું સંગીત અમિતાભ બચ્ચને આપ્યું છે અને રિશિ કપૂરે ગીત ગાવાના છે એવી માહિતી મળી હતી. ગાયક તરીકે રિશિ કપૂરનો પહેલો પ્રયાસ હશે.અમિતાભ તો અગાઉ ઘણાં ગીતો ગાઇ ચૂક્યા છે. ફિલ્મ સૌમ્ય જોશીના સુપરહિટ ગુજરાતી નાટક પરથી બની રહી છે અને ગુજરાતી નાટકનું ટાઇટલ ફિલ્મને આપવામાં આવ્યું છે. અમિતાભ ૧૦૨ વર્ષના પિતા અને રિશિ કપૂર ૭૫ વર્ષના પુત્રનો રોલ કરી રહ્યા છે. ઉમેશે કહ્યું કે ગીત પ્રમોશનલ ગીત છે જેમાં બંને કલાકારો પોતપોતાના પાત્રના ગેટપમાં રજૂ થશે. અગાઉ અમે એવો વિચાર કરેલો કે બંનેની હિટ ફિલ્મોનાં ગીતોની મેડલી તૈયાર કરવી. બંનેની પરદા પરની કેમિસ્ટ્રી જોઇને તમે છક થઇ જશો. જો કે અમિતજીએ એવું સૂચવ્યું કે અમે સાવ નવું ગીત તૈયાર કરીએ. એમાંથી બાડુમ્બાનો જન્મ થયો. અગાઉ તમે બંને કલાકારોને રીતે કદી જોયા નહીં હોય. શરૃમાં રિશિજી ગીત ગાવા તૈયાર નહોતા.પાછળથી તૈયાર થયા. સંગીતકાર તરીકે અમિતજીનો પ્રથમ પ્રયાસ છે અને ગાયક તરીકે રિશિજીનો પ્રથમ પ્રયાસ છે

(5:24 pm IST)