Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

વધુ એક સીરિયલમાં નેગેટિવ રોલ માટે ઝુબેર ખાનની પસંદગી

મુંબઇ:  ટીવી સિરિયલ શપથમાં નેગેટિવ રોલ કરી ચૂકેલા અભિનેતા ઝુબેર ખાનને આગામી એક ફિલ્મમાં નેગેટિવ રોલ માટે સાઇન કરાયો હોવાની માહિતી મળી હતી. ' મારો સભાનતાપૂર્વક લેવાયેલો નિર્ણય છે. ફિલ્મમાં હું નેગેટિવ રોલમાં ચાલી શકું કે નહીં જોવા માટેજ મેં ટીવી સિરિયલ શપથમાં નેગેટિવ રોલ સ્વીકાર્યો હતો' એેમ ઝુબેરે કહ્યં હતું. અત્યાર અગાઉ ડ્રીમ જોબ ફિલ્મમાં એક બેંકરનો રોલ કરી ચૂક્યો છે અને લેકર હમ દિવાના દિલમાં પણ એક રોલ કરી રહ્યો છે. એણે કહ્યું કે મને ટીવી સિરિયલ કે ફિલ્મ જ્યાં સારા રોલ મળશે હું કરીશ. મેં રોલ્સમાં વૈવિધ્ય જાળવવાનો પ્રયાસ કર્યો છે. મારે કોઇ રોલમાં સ્ટિરિયોટાઇપ્ડ થવું નથી. અગાઉ ઝુબેરે ટીવી પર 'ખુંખારઃ સુપર કોપ્સ વર્સેસ સુપર વિલન્સ' ટીવી શો પણ કર્યો હતો. કસમ જેવા કોમેડી શોમાં પણ એણે પોતાનો રોલ સરસ રીતે ભજવી બતાવ્યો હતો. આમ પોતાની પ્રતિભા પુરવાર કરવા સતત સભાન રહ્યો છે. પોતે કઇ આગામી ફિલ્મમાં નેગેટિવ રોલ કરવાનો છે એે વિશે કંઇ કહેવાનો એણે ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે મને સૂચના આપવામાં આવી છે કે હાલ ફિલ્મ વિશે કોઇ સાથે કશી વાત કરવાની નથી.

(5:23 pm IST)