Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મલયાલમ ફિલ્મ બનાવશે શેખર કપૂર

મુંબઇ: ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક શેખર કપૂર હવે પ્રાદેશિક ફિલ્મો બનાવવા તૈયાર થયા છે. તાજેતરમાં તેમણે એક મલયાલમ ફિલ્મ સાઇન કરી હોવાનું જાણવા મળ્યુ હતું. ૬૫મા નેશનલ એવોર્ડની જ્યુરીના સભ્ય એવા શેખર કપૂર ભારતની મુલાકાતે આવ્યા હતા અને નેશનલ એવોર્ડ સમારોહમાં હાજરી આપ્યા બાદ એ મિડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે હવે તો સમગ્ર બોલિવૂડની ફિલ્મો પ્રાદેશિક જેવી બની ચૂકી છે. સુપરહિટ નીવડતી પ્રાદેશિક ફિલ્મોની રિમેક હિન્દીમાં બની રહી છે અને આ રિમેક પણ હિટ નીવડતી થઇ છે. પ્રાદેશિક ફિલ્મો હવે તમને આભા કરી દે એવી બની રહી છે. જોનારા દંગ થઇ જાય એવી આ પ્રાદેશિક ફિલ્મો હોય છે.  મને પણ થયું કે મારે ભારતમાં એકાદી ફિલ્મ બનાવવી જોઇએ. અગાઉના દાયકાઓમાં તેમણે શ્રીદેવી અને અનિલ કપૂરને ચમકાવતી સુપરહિટ ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા બનાવી હતી. ત્યારબાદ બેન્ડિટ ક્વીન પણ હિટ નીવડી હતી. ત્યારબાદ એ યશ રાજ માટે વૉટર ફિલ્મ બનાવવાના હતા પરંતુ એ વાત આગળ વધી નહોતી. હવે એ મલયાલમ ફિલ્મ બનાવવાના છે એવું મિડિયા સાથેની એમની વાત પરથી જાણવા મળ્યુ હતું.

(5:23 pm IST)