Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

બોલિવૂડના 'બાદશાહ'ની ઝળહળતી કારકિર્દી બરબાદીના આરે? આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો દાવો

મુંબઇ તા. ૧૪ : બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સમયે શાહરૂખ ખાનનો સિક્કો પડતો હતો. તે જે ફિલ્મને હાથ લગાડતો હતો તે સુપરહીટ થઈ જતી હતી. મોટા મોટા ડાઈરેકટર અને પ્રોડ્યુસર તેમના ઘરની બહાર  લાઈનમાં ઊભા રહેતા હતાં. જો કે છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડના કિંગ ખાનનો સમય સારો જોવા મળી રહ્યો નથી. તેની મોટા ભાગની ફિલ્મો ફલોપ જઈ રહી છે. ફેન્સ જાણે તેની ફિલ્મોને નકારી રહ્યાં છે. શાહરૂખ ખાનના જબરદસ્ત કમબેકની આશા તો દરેક જણ રાખી રહ્યું છે પરંતુ આવનારા સમયમાં એ શકય જોવા મળી શકે તેવું લાગતું નથી. કારણ કે તેઓ પોતે પણ કોઈ ડાઈરેકટર સાથે હાથ મિલાવતા નથી. કહેવાય છે કે શાહરૂખ ખાન હાલ એ વિચાર કરી રહ્યો છે કે તેણે કયા પ્રકારની ફિલ્મ સાઈન કરવી જોઈએ કારણ કે એમ કરીને તે ફેન્સના ચહેરા પર મુસ્કુરાહટ લાવી શકે.  શાહરૂખ ખાનના આવા કપરા સમયમાં કમાલ ખાન નામના અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી એક ટ્વીટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે શાહરૂખ ખાનની કરિયર ખરાબ કરવા માટે ફરાહ  ખાન જવાબદાર છે.  કમાલ આર ખાને પોતાની ટ્વીટમાં લખ્યું છે કે પોતાને મોટી ડાઈરેકટર  ગણાવતી ફરાહ ખાને શાહરૂખ ખાનની કેરિયર ખરાબ કરી છે. તેણે શાહરૂખ ખાન સાથે હેપ્પી ન્યુ યર બનાવી હતી. જે વાહિયાત ફિલ્મ હતી. ત્યારબાદ શાહરૂખ ખાને પોતે પણ દિલવાલે, જબ હેરી મેટ સેજલ, ફેન, રઈસ અને ઝીરો જેવી ફિલ્મો સાઈન કરી.

પોતાની બીજી ટ્વીટમાં કમાલ આર ખાન લખે છે કે લોકો પૂછે છે કે શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ કયારે અનાઉન્સ કરશે? હું કહેવા માંગુ છું કે તેઓ એનાઉન્સમેન્ટ વગર જ સારા લાગે છે. શાહરૂખ ખાનની મજાક ઉડે તેવું લોકો કેમ ઈચ્છે છે? તેઓ જે પણ ફિલ્મ કરશે તે ફલોપ જ સાબિત થશે. હવે તેની ફિલ્મ ત્યારે જ હિટ જશે જયારે તે પિતાની ભૂમિકા ભજવશે અને આમ તેઓ કરશે નહીં.

(3:25 pm IST)